Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની ૧૮૧ અભયમ્ ટીમની પ્રશંસનીય કામગીરીઃ
જામનગર તા. ૧રઃ જામનગરની ૧૮૧ અભયમ્ ટીમે તેલંગાણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવી સખી વન સ્ટોપ સેન્ટરમાં સલામત આશરો આપ્યો હતો, જેની પ્રશંસા થઈ રહી છે.
એક જાગૃત નાગરિક દ્વારા રાત્રિ દરમિયાન ૧૮૧ અભયમ્ હેલ્પલાઈન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા જામનગરમાં ભૂલા પડી ગયા છે અને તેમની સાથે લોકોએ વાતચીત કરતા માત્ર તેમની પ્રાદેશિક ભાષા જ બોલે છે.
આ અંગે ૧૮૧ અભયમ્ની ટીમને જાણ થતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહિલા પોલીસ મમતાબેન આહુજા અને પાઈલોટ સુરજીતભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતાં. ૧૮૧ ની ટીમે મહિલા સાથે મુલાકાત કરી તેણીને સાંત્વના આપી વિશ્વાસમાં લઈ, મહિલાનું કાઉન્સેલિંગ કરતા તેઓ માત્ર તેલું ભાષા બોલતા, થોડું લખતા અને સમજતા હોય તેમ જાણવા મળ્યું હતું.
તેઓએ કાગળ પર લખ્યું અને અભયમ્ની ટીમ દ્વારા તે શબ્દોનું ગૂગલમાં ભાષા ટ્રાન્સલેશન કરતા મહિલાનું નામ મનીમાં રામલ્લું દાંડું અને તેલંગણા રાજ્યના ગામ કાકરલા પાડુંના વતની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારપછી ધ્રોળ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે તેલુગુ ભાષાના જાણકાર વ્યક્તિ સાથે મહિલાને વાતચીત કરાવતા જાણવા મળ્યું હતું કે તેઓ તેમના એક જાણીતા વ્યક્તિ સાથે કામકાજ કરવા અહીં આવેલ હોય અને તે વ્યક્તિ તેને છોડી જતા રહ્યા છે. જેથી મહિલા પાસે પૈસા કે ચોક્કસ સરનામું, પરિવારના સંપર્ક નંબર ન હોવાથી તે ભટકતા હતાં. ત્યારપછી તેલંગાણા ડિસ્ટ્રીક્ટ કન્ટ્રોલ ઓફિસનો સંપર્ક કરી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે મહિલાના પરિવારે આશરે દોઢ મહિના પહેલા ગુમનોંધ નોંધાવી છે.
અભયમ્ની ટીમ દ્વારા મહિલાના પરિવાર સાથે તેણીની ટેલિફોનિક વાતચીત કરતા પરિવારનો સંપર્ક થયો હતો અને પરિવાર તેલંગાણાથી લેવા આવે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટર પર મહિલાને સલામત રીતે આશરો આપવામાં આવ્યો છે. જામનગર અભયમ્ ૧૮૧ ની ટીમની જહેમત થકી મહિલાને તેનો પરિવાર મળતા આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial