Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટા વડાળા ગામ પાસે બાઈક સાથે રિક્ષા ટકરાતા શ્રમિકનું નિપજ્યું મૃત્યુ

કરિયાણું લઈને પરત આવતી વખતે કાળનો ભેટોઃ

જામનગર તા. ૧રઃ કાલાવડના મોટા વડાળા ગામના પાટીયા પાસે રવિવારે રાત્રે અનાજ કરિયાણું લઈ બાઈક પર જઈ રહેલા એક પરપ્રાંતીય શ્રમિકને રિક્ષાએ ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં ઘવાયેલા શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના જસાપર ગામમાં આવેલા ગોપાલભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશ ના અલીરાજપુર જિલ્લાના સેજાવાડા ગામના મકનાભાઈ નેવલાભાઈ ગણાવા નામના શ્રમિકના નાનાભાઈ મુળજીભાઈ ઉર્ફે મુલીયાભાઈ ગણાવા રવિવારે રાત્રે આઠેક વાગ્યે જીજે-૫-જીબી ૫૪૪૨ નંબરના મોટરસાયકલ પર મોટા વડાળાના પાટીયેથી અનાજ કરીયાણું લઈ પરત જતા હતા.

તેઓ પાટીયા પાસેથી પસાર થયા ત્યારે શીશાંગ ગામ તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૧૦-ટીઝેડ ૨૧૩ નંબરની રિક્ષાએ તેઓને ઠોકર મારી દીધી હતી. પોતાના બાઈક પરથી ફંગોળાયેલા મુળજીભાઈને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. આ યુવાનનું સારવારમાં લઈ જવાયા પછી મૃત્યુ નિપજ્યું છે.

મૃતકના મોટાભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જમાદાર આર.વી. ગોહિલે ગુન્હો નોંધી રિક્ષા ચાલકની શોધ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh