Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છૂટાછેડાના કાગળો મેળવ્યા પછી યુવાને પોલીસમાં નાખી ધાઃ
જામનગર તા. ૧૨: ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં રહેતા એક યુવાનના પોણા ચાર વર્ષ પહેલાં જામજોધપુરના સીદસર સ્થિત ઉમિયા મંદિરમાં લોધીકા તાલુકાના સાંગસીયાણી ગામની યુવતી સાથે ફેરા ફેરવી લગ્ન કરી આપવામાં આવ્યા હતા. લગ્ન પછી ત્રણેક મહિનામાં જ આ યુવાનને પોતાની પત્નીના અગાઉ લગ્ન અને છૂટાછેડા પણ થઈ ગયાની જાણ થઈ હતી. તે પછી વિખવાદ થતાં ગર્ભવતી પત્ની પિયર ચાલ્યા ગયા હતા. પત્નીના લગ્ન અને છૂટાછેડાના દસ્તાવેજી પુરાવા મેળવ્યા પછી હવે આ યુવાને સસરા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. આ યુવાન સાથે લગ્ન વખતે અગાઉના લગ્નની વાત છૂપાવવામાં આવી હતી.
ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના રમળેચી ગામના વતની નિરજભાઈ ઉર્ફે લાલા મનસુખભાઈ કમાણી નામના ૩૬ વર્ષના પટેલ યુવાને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના સાંગસીયાણી ગામમાં કલ્પવન સોસાયટી પાસે એટલાન્ટીક હાઈટ્સ નામની ઈમારતમાં વસવાટ કરતા કાંતિલાલ કાનજીભાઈ ઘેટીયાની પુત્રી ખુશ્બુ સાથે તેઓના લગ્નની ત્રણેક વર્ષ પહેલાં વાત ચાલી હતી.
ત્યારપછી ગઈ તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૧ના દિને નિરજભાઈના ખુશ્બુબેન સાથે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં ફેરા ફેરવીને લગ્ન કરી આપવામાં આવ્યા હતા.
લગ્નના થોડા સમય પછી નિરજભાઈને પોતાની પત્ની ખુશ્બુના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હોવાની વિગત પ્રાપ્ત થતાં આ યુવાનના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. તેણે તપાસ શરૂ કરી તે દરમિયાન એપ્રિલ મહિનામાં ખુશ્બુબેન પોતાના માવતરે ચાલ્યા ગયા હતા. તે સમયે ગર્ભવતી રહેલા ખુશ્બુબેને પુત્રીને જન્મ પણ આપ્યો હતો.
લેથ મશીનના પાર્ટસ બનાવાવનું કામ કરતા નિરજભાઈને પોતાની પત્નીના અગાઉ પણ લગ્ન થઈ ગયા હોવાની અને છૂટાછેડા કરવામાં આવ્યા હોવાની વધુ વિગત મળતા તેઓએ આ બાબતના પુરાવા મેળવવા માટે દોડધામ કરવી પડી હતી. જેમાં તેઓને ખુશ્બુબેનના અગાઉના લગ્નના છૂટાછેડાના કાગળો પ્રાપ્ત થયા હતા. તે પછી સસરા કાંતિલાલ ઘેટીયા સાથે તેઓએ વાત કરી હતી. તે વેળાએ પોતાની પુત્રીના અગાઉ લગ્ન અને તે પછી છૂટાછેડા પણ થઈ ગયા હોવાની વાત છુપાવીને સસરાએ પોતાની પુત્રીના લગ્ન નિરજભાઈ સાથે કરી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.
પોતાની સાથે આ રીતે વિશ્વાસઘાત કરાતા ખુશ્બુબેન તથા કાંતિલાલ ઘેટીયા સામે નિરજભાઈએ તાલાલા પોલીસ મથકમાં અરજી કરી હતી. તેની તપાસ પછી આ બનાવમાં તથ્ય જણાઈ આવતા પોલીસે તેની વિધિવત એફઆઈઆર નોંધ્યા પછી જામજોધપુર પોલીસ મથકને તે ફરિયાદ મોકલાવી આપી છે. જામજોધપુરના જમાદાર ડી.એમ. કંચવાએ તે ફરિયાદ પરથી કાંતિલાલ કાનજીભાઈ ઘેટીયા સામે આઈપીસી ૪૦૬ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જે સમયે નિરજભાઈના લગ્ન માટે પાત્ર શોધવામાં આવતું હતું ત્યારે લોધીકાના સાંગસીયાણી ગામના કાંતિલાલની પુત્રીના લગ્ન કરવાના હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. તે વેળાએ બંને પક્ષ દ્વારા કરવામાં આવેલી વાતચીત દરમિયાન જામજોધપુરના સીદસરમાં આવેલા ઉમિયા મંદિરમાં પટેલ સમાજની રીત મુજબ ફેરા યોજવાની વાત થઈ હતી અને તે મુજબ વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરી મહિનાની ૧૯ તારીખે લગ્ન કરી આપવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial