Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાલાલ પટેલની શિયાળાને લઈને આગાહી
અમદાવાદ તા. ૧૨: હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વખતે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે અને એવી ઠંડી પડશે કે ૩૦ વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી જશે સાથે સાથે આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાથી ગરમી ઘટશે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ન્યૂનત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સુધી જઈ શકે છે, માવઠાઓ પણ ચાલુ રહી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ વધુમાં કહેવું છે કે,૨૩ નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં ૨૦ થી ૨૫ નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબ સાગરમાં ૧૯ થી ૨૨ નવેમ્બર લો પ્રેશર સર્જાશે અને આ લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે,અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિંગનીઅસર દેખાય છે. ૭૪ વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે અને તે પણ ભયંકર ગરમી પડી છે, તેથી ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં ૧૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી છે, એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન ૧૮ ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરી છેે.
ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. તા. ૧૫ નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને ૨૨ ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ ૨૦૨૭માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial