Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય માર્ગ-૫રિવહન મંત્રાલયના ડેટા આધારિત રિપોર્ટ ચિંતાજનકઃ દસ હજાર કિ.મી. દીઠ રૂ. રપ૦ મોત
નવી દિલ્હી તા. ૧રઃ દેશમાં દસ વર્ષમાં માર્ગ-અકસ્માતોના કારણે ૧પ લાખથી વધુ લોકોના જીવ ગયા છે. કેન્દ્રિય ડેટા મુજબ ધોરીમાર્ગો રક્તરંજીત થઈ રહ્યા છે, વાહનો વધી રહ્યા છે, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે.
ભારતના રસ્તાઓ પર ચાલવું એ તમારા જીવનને તમારા હાથમાં લઈને ચાલવા જેવું છે. માર્ગ અકસ્માતને કારણે થતા મૃત્યુના મામલામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા દર્શાવે છે કે છેલ્લા ૧૦ વર્ષોમાં (ર૦૧૪-ર૦ર૩) લગભગ ૧પ.૩ લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. આ ચંદીગઢ જેવા કેન્દ્રશાસિત પ્રદેશની કુલ વસતિ કરતા વધુ છે. તે પહેલાના દાયકા દરમિયાન (ર૦૦૪-ર૦૧૩)) દેશમાં માર્ગ અકસ્માતને કારણે ૧ર.૧ લાખ મૃત્યુ નોંધાયા હતાં.
માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુના તાજેતરના આંકડા ચોંકાવનારા છે. છેલ્લા એક દાયકામાં એટલે કે ર૦૧૪ થી ર૦ર૩ વચ્ચે લગભગ ૧પ.૩ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આ આંકડો કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની વસતિ કરતા વધુ છે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ઘટાડવા માટે તેની પ્રતિબદ્ધતાનો વારંવાર પૂનરોચ્ચાર કર્યો છે અને સુપ્રિમ કોર્ટે પણ આવા મૃત્યુને રોકવા માટે દરમિયાનગીરી કરી છે, જો કે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા દર્શાવે છે કે દેશમાં માર્ગ અકસ્માતમાં દર ૧૦,૦૦૦ કિલોમીટરે રપ૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. જો આપણે અમેરિકા, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશની વાત કરીએ તો આ આંકડા પ૭, ૧૧૯ અને ૧૧ છે. આના પરથી સ્પષ્ટતા થાય છે કે આ આંકડા અત્યંત જોખમી છે.
રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના ડેટા મુજબ છેલ્લા એક દાયકા (ર૦૦૪-૧૩ માં માર્ગ અકસ્માતમાં ૧ર.૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં નોંધાયેલા વાહનોની સંખ્યા ર૦૧ર ની ૧પ.૯ કરોડથી બમણી થઈને ર૦ર૪ સુધીમાં અંદાજે ૩૮.૩ કરોડ થઈ ગઈ છે અને રસ્તાઓની લંબાઈ ર૦૧ર માં ૪૮.૬ લાખ કિલોમીટરથી વધીને ર૦૧૯ માં ૬૩.૩ લાખ કિલોમીટર થઈ ગઈ છે, જો કે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રસ્તાની લંબાઈ અને વાહનોની સંખ્યામાં વધારો દર વર્ષે વધુ મૃત્યુનું કારણ હોઈ શકે છે.
હત્યાઓ માટે સત્તાવાળાઓ પાસેથી ખુલાસો માંગવામાં આવે છે, પરંતુ જીવલેણ માર્ગ અકસ્માતોના કિસ્સામાં પણ આવી કાર્યવાહી કરવામાં આવતી નથી. બધી એજન્સીઓ માટે માર્ગ અકસ્માતો પ્રાથમિક્તા નથી હોતા, ભલે એક ડઝન લોકો મૃત્યુ પામે, તે પ્રકારના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
તેલંગાણા રોડ સેફ્ટી ઓથોરિટીના અધ્યક્ષ અને વર્તમાન સાંસદ ટી. કૃષ્ણ પ્રસાદે જણાવ્યું હતું કે હત્યાઓને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ માર્ગ અકસ્માતો અને મૃત્યુને અવગણવામાં આવે છે. માર્ગ સલામતી પર ખાનગી સભ્યનું બિલ લાવવાનું આયોજન કરી રહેલા સાંસદે જણાવ્યું હતું કે એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા ભારતમાં કોઈપણ કુદરતી આફત કરતા વધુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial