Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકારે ઓપીએસ મંજૂર કરતા જામનગરમાં કર્મચારીઓએ મીઠાઈ વહેંચી કરી ઉજવણી

વર્ર્ષ-ર૦૦૫ પહેલાના કર્મચારીઓને મળશે લાભઃ ફિક્સ પગારવાળાને સાંકળી લેવા પ્રયાસો હાથ ધરાશે

જામનગર તા. ૧૨: વર્ષ-ર૦૦પ પહેલાના ભરતી થયેલ કર્મચારીને જુની પેન્શન યોજનાનો લાભ આપવા સરકારે નિર્ણય લેતા જામનગરમાં કર્મચારીઓએ મો મીઠા કરાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

રાજય સરકાર દ્વારા તા. ૧-૪-ર૦૦પ પહેલાના ભરતી થયેલ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કર્મચારી મંડળો દ્વારા આવકારવામાં આવ્યો છે. જામનગરમાં એકમેકના મોઢા મીઠા કરાવી અને ફટાકડા ફોડીને રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી વખતે તા.૧-૪-૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ બે વર્ષ સુધી તેઓ અમલ નહીં થતાં સમયાંતરે કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચા દ્વારા જુદા જુદા અનેક વિધ કાર્યક્રમો યોજી સરકાર ઉપર કર્મચારી ઓ ના હિતમાં નિર્ણય લેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેનાં અનુસંધાને તા.૮ નવેમ્બર ૨૦૨૪ ના રોજ રાજય સરકાર દ્વારા તા.૧-૪-૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઠરાવ થતાં આજે જામનગર જિલ્લાના વિવિધ કર્મચારી સંઘોના હોદેદારો દ્વારા કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી,  રિવાબા જાડેજા,  મેઘજીભાઈ ચાવડા વગેરેનો આભાર વ્યકત કરવામાં આવ્યો  હતો.

ઉપરોકત ઠરાવમાં ૨૦૦૫ પહેલાં આશ્રિત તરીકે ભરતી થયેલા કર્મચારીઓને લાભ અંગે વિસંગતતા છે. તેમજ ફિક્સ પગાર થી ફિક્સ પગાર માં જેમને સળંગ નોકરી મળી નથી તેવા વિવિધ કર્મચારીઓને પણ આ ઠરાવ નો સમાંતર લાભ મળે તે માટે રાજયસ્તરે થી સરકાર સાથે મસલત કરી કર્મચારીઓને ન્યાય અપાવવા પ્રયાસો હાથ ઘરવામાં આવશે

કેન્દ્ર સરકાર અને ભારતનાં ૧૫ જેટલા રાજયમાં હાલ ૫૩ ટકા  મુજબ મોંઘવારી મળતી હોય જેનો ગુજરાતમાં અમલ થાય તેમજ કેન્દ્રનાં ધોરણે ૧૦ ટકા , ૨૦ ટકા , ૩૦ ટકા મુજબ ભાડું મળે તેમજ ગ્રેચ્યુઇટીની ગણતરીમાં ફિકસ પગારની નોકરી ગણવામાં આવે તથા ફિકસ પગાર પ્રથા અને કરાર આધારિત ભરતીઓ રદ કરવામાં આવે તે માટેના પ્રયાસો ચાલુ રહેશે. રાજય સરકારે પ્રસિદ્ધ કરેલ ઠરાવ પૈકી કેન્દ્ર ના ધોરણે ગ્રેચ્યુઈટીનો ઠરાવ બાકી હોય તે ઝડપથી ઉકેલવા તેમજ ૨૦૨૭ સુધીમાં રાજયના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળી રહે તે માટે આગામી ૩ વર્ષ સુધી ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોસ્યા અને કર્મચારી મહામંડળ દ્વારા કેન્દ્રીય સ્તરે અને રાજય સ્તરે  વિવિધ સભાઓ, રેલીઓ, ઘરણાઓ જેવા કાર્યક્રમો કરી સતત પ્રયાસો કરવામાં આવશે. તેવું કર્મચારી મહામંડળના પ્રમુખ સતિષભાઈ પટેલ  અને કર્મચારી મોરચાના પ્રમુખ  દિગ્વિજયસિંહ જાડેજા તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું છે.

આજે જામનગર મા કર્મચારીઓ દ્વારા એક બીજા ને મોઢા મીઠા કરાવી અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના લક્ષ્મણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, માધ્યમિક મંડળના કમલેશ નંદાણીયા, વિજય ચાંદ્રા, આદેશ મહેતા, રાકેશ માકડીયા, સંજય મેશીયા, સંજય ચાંદ્રા, ભાવિશાબેન ડાંગર, જીવરાજસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રી રામ સેજપાલ, યુવરાજસિંહ રાણા વિગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh