Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંગ્લાદેશી ઘુસણખોરો ભારતીયોની નોકરી છીનવી રહ્યા છેઃ શાહ
નવી દિલ્હી તા. ૧૨: પં.બંગાળ અને ઝારખંડમાં કુલ ૧૭ જગ્યાએ ઈડીના દરોડા પડ્યા છે. ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરી કેસમાં મોટી કાર્યવાહી શરૂ થઈ છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પાડોશી દેશ બાંગ્લાદેશથી આવતા ઘૂસણખોરોથી દરેક વ્યક્તિ ચિંતિત છે. આ લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે અને પછી અહીં ભારતીયોની નોકરીઓ ચોરી લે છે.
એક દિવસ પહેલા જ ઝારખંડ ચૂંટણી દરમિયાન પ્રચાર કરી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની હાજરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો હતો. આજે એક દિવસ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ મામલે કડક કાર્યવાહી કરી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગના કિસ્સામાં, ઈડીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કુલ ૧૭ સ્થળોએ ઓપરેશન હાથ ધર્યું છે.
ઝારખંડમા પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા આ કાર્યવાહી કરવામાં આવી છે. એક મહિના પહેલા પણ અમિત શાહે ઝારખંડ ચૂંટણી પ્રચાર દરમિયાન બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચૂંટણી રેલીમાં ગૃહંમત્રીના ભાષણ પછી તરત જ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર મોહમ્મદ યુનુસે આ અંગેનું નિવેદન પણ બહાર પાડ્યું હતું. ત્યારપછી બાંગ્લાદેશે ભારતીય રાજદૂતને બોલાવીને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.
ઈડીની તાજેતરની કાર્યવાહીથી કેન્દ્ર સરકારે એક સાથે પાડોશી દેશ બાંગ્લાદેશ અને ઝારખંડની હેમંત સોરેન સરકાર પર નિશાન સાંધ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે ૬ જૂને રાંચીના બરિયાતુ પોલીસ સ્ટેશનમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સંબંધિત મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ઈડી મની લોન્ડરીંગના એંગલથી આ જ કેસની તપાસ કરી રહી છે. ઈડીની કાર્યવાહી બાદ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની સરકાર તણાવમાં આવશે તે નક્કી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ગેરકાયદેસર ઘૂસણખોરીને હળવાશથી લેશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial