Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર-પાંચ દિ'માં ખાલિસ્તાનવાદીઓ દ્વારા નવાજુનીના એંધાણઃ
ટોરોન્ટો તા. ૧રઃ કેનેડામાં ખાલિસ્તાનીઓ ઉપર ભૂત સવાર થયું છે અને ૪-પ દિ'મા નવાજુનીના એંધાણ છે. ખાલિસ્તાની ધમકી પછી હિન્દુ મંદિરનો મહત્ત્વનો કાર્યક્રમ રદ્ કરવો પડ્યો છે.
ખાલિસ્તાની ધમકી પછી કેનેડામાં એક હિન્દુ મંદિરમાં આયોજિત એક કાર્યક્રમ રદ્ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય દૂતાવાસ દ્વારા થવાનું હતું.
બ્રામ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરમાં યોજાનાર કાર્યક્રમ દરમિયાન હિન્દુઓ અને શીખોને જીવન પ્રમાણપત્રો આપવાના હતાં. આ કાર્યક્રમ ૧૭ નવેમ્બરે થવાનો હતો, પરંતુ તે પહેલા હિંસક વિરોધની ધમકીઓ આવવા લાગી. બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
એવું કહેવાય છે કે, બ્રેમ્પટન ત્રિવેણી મંદિરમાં યોજાનાર લાઈફ સર્ટીફિકેટ ઈવેન્ટને રદ્ કરવામાં આવ્યો છે.
પીલ પ્રાદેશિક પોલીસને બાતમી મળી હતી કે ખૂબ જ ખતરનાક સ્તરનો હિંસક વિરોધ નિકટવર્તી છે. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે ૧૬-૧૭ નવેમ્બરે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં મોટી અરાજક્તા સર્જાવાની શક્યતા છે. ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરે પોલીસને અપીલ કરી છે કે મંદિરને ધમકીઓ સામે પગલાં લેવામાં આવે. કેનેડામાં રહેતા હિન્દુઓ અને સામાન્ય લોકોની પણ સુરક્ષા કરો. અમે તમામ સમુદાયના સભ્યોની માફી માંગીએ છીએ, જેઓ ઈવેન્ટમાં હાજરી આપવા માટે સુનિશ્ચિત હતાં. અમે ખૂબ જ દુઃખી છીએ કે કેનેડિયનો હવે અહીં હિન્દુ મંદિરોની મુલાકાત લેવા માટે અસુરક્ષિત અનુભવે છે. બ્રેમ્પટન ત્રિવેણી મંદિર અને સામુદાયિક કેન્દ્ર હિન્દુઓ અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ માટેનું આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં પૂજા, કીર્તન, સેવા અને પ્રવચન વગેરે થાય છે.
દરમિયાન કેનેડના પીલ પ્રાદેશિક પોલીસના વડા, નીશાન દુરીઅપ્પાએ બ્રેમ્પટન ત્રિવેણી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે રદ્ કરાયેલ કોન્સ્યુલર કેમ્પ ૧૭ નવેમ્બરના ફરીથી શેડ્યુલ કરવામાં આવશે. પત્રમાં લખ્યું છે, 'અમે માનીએ છીએ કે અસ્થાયી મુલતવી વર્તમાન તણાવને વધુ સારી રીતે ઘટાડી શકે છે અને તમારા સ્થળ પર હાજર રહેલા લોકોની સુખાકારીનું રક્ષણ કરી શકે છે.'
પીએમ મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની પણ નિંદા કરી હતી. તેણે તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે, તેને સ્વીકારવામાં આવશે નહીં. તેમણે કેનેડિયન સત્તાવાળાઓને આ કેસમાં ઝડપી પગલાં લેવા અને લોકોને ન્યાય આપવા જણાવ્યું હતું. તેણે ટ્વિટ પર લખ્યું હતું કે, હું કેનેડામાં હિન્દુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરૂ છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડશે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાનું શાસન જાળવી રાખે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડામાં રહેતા તમામ લોકોને તેમનો ધર્મ પાળવાનો અને સુરક્ષિત રહેવાનો અધિકાર છે.
દરમિયાન હથિયાર વડે હુમલો કરવાના આરોપમાં બ્રેમ્પટનના એક ૩પ વર્ષિય વ્યક્તિની ધરપકડ કરી છે. ટોરોન્ટો સ્ટાર અનુસાર ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ ઈન્દ્રજીત ગોસલ છે. ગોસલ કેનેડામાં શીખ્સ ફોર જસ્ટિસના કો-ઓર્ડિનેટર છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં આ સંગઠન પર પ્રતિબંધ છે. પોલીસે પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાઓની તપાસ શરૂ કરી છે. ઘણાં એવા વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો પર ઝંડા અને લાકડીઓથી હુમલો કરવામાં આવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial