Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરીંગ પ્રકરણ કે અન્ય પ્રકરણ કારણભૂત?
જામનગર તા. ૧૨: કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ તથા પીએસઆઈને લિવ રિઝર્વમાં મૂકી દેવાનો હુકમ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં હરીપર મેવાસામાં થયેલુ ફાયરીંગ પ્રકરણ કે અન્ય પ્રકરણ નડી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કાલાવડના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરજ બજાવતા પીઆઈ એન.બી. ડાભી તથા પીએસઆઈ વી.એ. પરમારને જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ લિવ રિઝર્વમાં મૂકી દેવાનો હુકમ કર્યાે છે.
ઉપરોક્ત હુકમના પગલે પોલીસબેડામાં ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં શેરીમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયા પછી ચાર શખ્સે ફાયરીંગ કર્યા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે પ્રકરણ અનુસંધાને અથવા થોડા દિવસથી વાયરલ થયેલા એક જમીનમાં રસ્તાના મુદ્દે થયેલી વાતચીતના ઓડીયો રેકોર્ડિંગના મુદ્દે આ પીઆઈ તથા પીએસઆઈને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. આ બંને અધિકારીની જાહેર હિતમાં બદલી કરવામાં આવી હોવાનંુ કારણ જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial