Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ૩.૦ ઝુંબેશ અંતર્ગત
જામનગર તા. ૧રઃ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ૩.૦ ઝુંબેશ અંતર્ગત ભારતીય ટપાલ વિભાગે પેન્શનર કલ્યાણ વિભાગ સાથે જોડાણ કર્યુ છે. રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (ડીએલસી) અભિયાન ૩.૦ અંતર્ગત તા. ૩૦-નવેમ્બર-ર૦ર૪ સુધી આ ઝુંબેશ ચાલશે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ૩.૦ ઝુંબેશનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, તમામ પેન્શનરો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો જીવન પ્રમાણપત્ર ખૂબ સરળતાથી સબમીટ કરી શકે.
જેના ભાગરૂપે જામનગર ટપાલ વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રહેતા પેન્શનરો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આધાર અને પેન્શન ડિટેલ્સ જણાવી, ૭૦ રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવી બાયોમેટ્રિક આપી અને ડિજિટલ જીવન પ્રમાણપત્રની પ્રોસેસ કરી શકશે, તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. પ્રમાણપત્ર બનવાની પ્રક્રિયા પૂર્ણ થવા પર પેન્શનરને તેમના મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ એસએમએસ આવશે અને પ્રમાણપત્ર એક દિવસ પછી રંંૅજઃ//દ્ઘીીદૃટ્ઠહૅટ્ઠિદ્બટ્ઠટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ/ર્ૅૅેજીિ/ર્ઙ્મખ્તૈહ પરથી ઓનલાઈન જોઈ શકાશે. તેમ જામનગર ડિવિઝન પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial