Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ચપરમાં રૂપિયા અડધા કરોડની જમીન પચાવી પાડવા મુદ્દે પિતા-પુત્ર સામે ગુન્હો

વાવવા માટે ખેતર રાખ્યા પછી પરત માંગતા આપી ધમકીઃ

જામનગર તા. ૧૨: કલ્યાણપુર તાલુકાના મફતપરના એક મહિલાની સંયુક્ત માલિકીની જમીન ચપર ગામના બે શખ્સે પચાવી પાડ્યા પછી ધાક ધમકી ઉચ્ચારતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે રૂપિયા અડધા કરોડની જમીન પર કબજો કરી લેનાર પિતા-પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં મફતપર વિસ્તારમાં રહેતા સુશીલાબેન ભીમાભાઈ ગોરડીયા નામના મહિલાએ કલ્યાણપુરના ચપર ગામના રામશીભાઈ મૂળુભાઈ કરમુર તથા લખમણભાઈ રામશીભાઈ કરમુર સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જમીન પચાવી પાડવા સામેના કાયદા, એટ્રોસિટી એક્ટ અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવવા માં આવ્યા મુજબ સુશીલાબેન તથા તેમના ભાઈ-બહેનની સંયુક્ત માલિકીની જમીન ચપર ગામમાં સર્વે નં.૭૫માં આવેલી છે. અંદાજે સાડા ત્રણ વીઘા જેટલી આ જમીન સુશીલાબેન ના પિતા ભીમાભાઈએ વાવવા માટે અગાઉ રામશીભાઈ કરમુરને આપી હતી. તે પછી ઉપરોક્ત જમીન પરત આપવા માટે કહેવાતા રામશીભાઈ તથા તેના પુત્ર લખમણભાઈએ જમીન આપવી નથી, થાય તે કરી લો, જમીન માટે આવ્યા છો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી વર્ષ ૨૦રરમાં આપી હતી.

અંદાજે રૂ.૫૦ લાખની આ જગ્યા પચાવી પાડવામાં આવી હોવાની રજૂઆત સાથે સુશીલાબેને અરજી આપી હતી. તેની તપાસ લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યા પછી ફરિયાદ નોંધાવવા સૂચના અપાતા ગઈકાલે કલ્યાણપુર પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh