Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળમાં સુખડિયા સમાજ દ્વારા તૃતીય લાડકડીનો જાજરમાન લગ્નોત્સવ ધામધૂમથી બુધવારે યોજાશે

સમૂહલગ્ન, તુલસી વિવાહ, વરઘોડો, દીકરીઓનું લક્ષ્મીપૂજન સહિત ભવ્ય આયોજનો

ધ્રોળ તા. ૧રઃ ધ્રોળમાં યોજાનાર શ્રી દશાશ્રીમાળી જૈન સુખડિયા સમાજના તૃતીય જાજરમાન સમૂહલગ્નોત્સવ હેઠળ બુધવારે નવ દીકરીઓ પ્રભૂતામાં પગલાં પાડશે. સ્માર્ટ સુખડિયા સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૧૧ વસ્તુનો જાજરમાન કરિયાવર આપવામાં આવશે, જેમાં ર૭ વસ્તુઓ સોના-ચાંદીની હશે. આ સમૂહલગ્ન સાથે તુલસી વિવાહ અને દીકરીઓનું લક્ષ્મીપૂજન પણ કરાશે.

સ્માર્ટ સુખડિયા સમૂહ લગ્ન સમિતિ દ્વારા શ્રી દ્વારકાાધીશના અધ્યક્ષ સ્થાને આ વર્ષે પણ શ્રી દશા શ્રીમાળી જૈન સુખડિયા સમાજના જાજરમાન સમૂહલગ્ન એટલે કે લાડકડીના લગ્નોત્સવ-ર૦ર૪ નું આયોજન તુલસી વિવાહના પાવન દિવસે કરવામાં આવ્યું છે. આ જાજરમાન સમૂહલગ્નના સ્વપ્નદૃષ્ટા અને જૈન અગ્રણી નીતિનભાઈ માંડલિયા-ધ્રોળવાળા અને એમની ટીમ દ્વારા સમાજની નહિં પણ પોતાની દીકરીઓને વળાવતા હોય એવા ઠાઠમાઠથી તા. ૧૩ બુધવારે ધ્રોળમાં ૯ દીકરીના જાજરમાન સમૂહલગ્ન રાખવામાં આવ્યા છે, જેમાં વર-કન્યાની શાનદાર એન્ટ્રી જોવા મળશે.

સમૂહલગ્નનું આયોજન આયોજકો દ્વારા પોતાના સ્વદ્રવ્યથી કરવામાં આવે છે તેમજ સમૂહલગ્ન સાથે તુલસી વિવાહ અને દીકરીઓનું લક્ષ્મી પૂજન પણ રાખવામાં આવેલ છે. ઉપરાંત પ૬ પ્રસાદનો અન્નકોટ, ૧૦૦૮ દીવડાની મહાઆરતી, ડી.જે.ના તાલ સાથે વરઘોડો તથા ભાતીગળ લગ્નગીતોના કાર્યક્રમો યોજાશે.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા જાજારમાન સમૂહલગ્નના સ્વપ્નદૃષ્ટા શ્રી નીતિનભાઈ માંડલિયા-ધ્રોળવાળા તથા શ્રી રસિકભાઈ પાનસુરિયા, હસમુખભાઈ ધંધુકિયા-રાજકોટવાળા, શ્રી વિરાભાઈ વસાણિયા, વિજયભાઈ માંડલિયા, કિશોરભાઈ પંચાસરા-વર્ધાવાળા, મહાસુખભાઈ શેઠ, દીપકભાઈ ઝીન્ઝુવાડિયા, કમલેશભઈ ચૌહાણ, ઉમેશભાઈ હળવદિયા, આનંદભાઈ માંડલિયા, દિનેશભાઈ ધંધુકિયા, દિનેશભાઈ હળવદિયા, જિતેન્દ્રભાઈ હળવદિયા, મેહુલભાઈ સુખડિયા, રોબનભાઈ કંદોઈ, કમલભાઈ ખિલોસિયા, રાજેશભાઈ ખિલોસિયા, અમિતભાઈ શેઠ, કમલેશભાઈ શેઠ, નિલેશભાઈ માંડલિયા, અંકીતભાઈ હળવદિયા, પ્રિન્સભાઈ શેઠ, જીતેન્દ્રભાઈ ખિલોસિયા, મયુરભાઈ માંડલિયા, સુનિલભાઈ રાણપરિયા-અમોલભાઈ શેઠ-સૌના સહયરા અને સાથ સહકાર થકી આ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. વધુ માહિતી માટે નીતિનભાઈ માંડલિયા-ધ્રોળ (મો. ૯૮૭૯૯ ૯૩૩૦૪ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh