Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦૨૫ ના દ્વિતીય ત્રિમાસિક ગાળાના
મુંબઈ તા. ૧૨: અગ્રણી આઈટી સોલ્યુશન્સ પ્રોવાઈડર બ્લેક બોકસ લિમિટેડે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના પૂરા થતા પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે અને ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા છે. ઓપરેટિંગ લિવરેજના દ્વારા હાંસલ થયેલી વધુ સારી કામગીરીના પગલે કંપનીએ એબિટા અને ચોખ્ખા નફાના માર્જિનમાં વૃદ્ધિ નોંધાવી છે.
કંપનીએ મજબૂત ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ગાળા માટેના એબિટા તથા ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ત્રિમાસિક ગાળા માટેની એબિટા વધીને રૂ. ૧૩૫ કરોડ થઈ હતી જે વાર્ષિક ધોરણે ૩૪ ટકા અને ત્રિમાસિક ધોરણે ૧૮ ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીની એબિટા વાર્ષિક ધોરણે ૩૧ ટકા વધીને રૂ. ૨૫૦ કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૫ ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા માર્જિન વાર્ષિક ધોરણે ૨૬૦ બેસિસ પોઈન્ટ્સ વધી ૯ ટકા થયા હતા જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫ ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે એબિટા માર્જિન વાર્ષિક ધોરણે ૨૫૦ બેસિસ પોઈન્ટ્સ વધીને ૮.૬ ટકા રહ્યા હતાં. અમારા કોસ્ટ ઓપ્ટિમાઈઝેશન માટેના સતત પ્રયાસોના પગલે એબિટા માર્જિનમાં સતત સુધારો થયો છે જેના લીધે ઉત્પાદકતા અને માર્જિન પર્ફોર્મન્સ હાંસલ થયું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪ ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૬૦ ટકા અને ત્રિમાસિક ધોરણે ૩૮ ટકા વધીને રૂ. ૫૧ કરોડ થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૫૮ ટકા વધીને રૂ. ૮૮ કરોડ થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફાનું માર્જિન વાર્ષિક ધોરણે ૧૪૦ બેસિસ પોઈન્ટ્સ વધીને ૩.૪ ટકા થયું હતું. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૫ ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ચોખ્ખા નફાનું માર્જિન ૩ ટકાએ રહ્યું હતું. જે વાર્ષિક ધોરણે ૧૨૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો દર્શાવે છે. મજબૂત ઓપરેટિગ પરફોર્મન્સના પગલે વધુ સારી નફાકારકતા જોવા મળી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૫ ના બીજા ત્રિમાસિક ગાળા માટેની આવક રૂ. ૧,૪૯૭ કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૪ ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૧,૫૭૪ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪ ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. ૩,૧૪૬ કરોડ હતી. નિર્ણયો લેવામાં વિલંબના લીધે પ્રોજેકટનું અમલીકરણ લંબાયું હતું જેના લીધે આવક પર અસર પડી હતી. જો કે પાઈપલાઈન મજબૂત રહી છે અને સપ્ટેમ્બર ૨૦૨૪ ના ઓર્ડર બુક ૪૫૫ મિલિયન યુએસ ડોલર રહી હતી.
બ્લેક બોકસ આવકમાં વૃદ્ધિમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે અને ટેકનોલોજીકલ સુધારા દ્વારા પ્રેરિત ભવિષ્ય માટે તૈયાર હોય તેવી કંપની બનાવવા માટે કેટલાક વ્યૂહાત્મક પગલાં લીધા છે.
બ્લેક બોકસના એક્ઝિકયુટિવ ડિરેકટર અને ગ્લોબલ ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર દિપક કુમાર બંસલે જણાવ્યું હતું કે ઓપરેટિંગ લિવરેજિગ દ્વારા હાંસલ થયેલી વધુ સારી કામગીરી માટેની અમારી પ્રતિબદ્ધતાએ સારા પરિણામો આપવાનું શરૂ કરી દીધું છે કારણ કે અમારી કામગીરીના અને નફાકારકતાના માર્જિન ત્રિમાસિક ગાળાના ધોરણે સતત વધી રહ્યા છે. અમે અમારા જીટીએમનું રિસ્ટ્રકચરિંગ કરી રહ્યા છીએ ત્યારે અમારા ઓપરેટિંગ પર્ફોર્મન્સ, ઊંચી નફાકારકતા અને વધુ સારા કેસ ફલોમાં વધુ સુધારો જોઈ રહ્યા છીએ. નાણાકીય વર્ષના નફાકારકતાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આશાવાદી છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial