Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયા નેશનલ હાઈ-વે પર આરાધના ધામ પાસે આવેલા હોટલો તથા દુકાનો પર ગઈકાલે સવારથી સાંજ સુધી મેગા ડિમોલીશન તંત્ર દ્વારા કરીને પોણા બે કરોડની જગ્યા ખાલી કરાવાતા ભારે ચર્ચા જાગી હતી.
દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા ડેપ્યુટી કલેક્ટર કે.કે. કરમટાના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા મામલતદાર વિક્રમ વરૂ દ્વારા તેમના સ્ટાફ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલીશન કરીને ચાર જેટલી હોટલો તથા ૧૩ દુકાનને જમીનદોસ્ત કરીને સરકારની કિંમતી જગ્યા ખાલી કરાવી હતી.
ખંભાળીયા મામલતદાર કચેરી દ્વારા નવ જેટલા આસામીઓ કે જેમણે નેશનલ હાઈ-વે પર કિંમતી જમીન પર દબાણ કર્યું હતું તેમને નોટીસ આપવામાં આવી હતી. જ્યારે કેટલાક આસામીએ ગેરકાયદે રીતે તેમનો સરકારી જગ્યા પર કબજો હોવા છતાં કોર્ટમાંથી મનાઈ હુકમ લેવા પ્રયત્નો કર્યા હતાં પણ તેમાં નિષ્ફળ ગયા હતાં તથા તંત્રએ આ હોટલ-દુકાનને જમીનદોસ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈ-વેની તદ્દન નજીક કરોડોની કિંમતી જગ્યા પર નેશનલ હાઈ-વે બન્યો તે પહેલાંની વર્ષોથી આ હોટલો ઊભી હતી જે કોઈએ ધ્યાને ના લેતા નજીકમાં જ તેર દુકાનનું શોપીંગ સેન્ટર પણ બની ગયું હતું તથા દુકાનો ૫ણ વેચાણ અને ભાડે અપાઈ ગઈ હતી ત્યારે આ ડિમોલીશન ભારે ચર્ચાસ્પદ બન્યું છે અને દબાણની જગ્યા પર વીજળીના જોડાણ પણ હતાં તથા પાણીના બોર, ઈલેકટ્રીક મોટર પણ ચાલતી હતી તો ક્યાંક ખેતી વેચાણ કેન્દ્રો પણ હતાં.!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial