Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાજુમાં આવેલા થાંભલામાંથી લઈ લેવાયું હતું જોડાણઃ
જામનગર તા. ૧રઃ દ્વારકા શહેરથી નાગેશ્વર જવાના રસ્તા પર આવેલી એક હોટલમાં વીજ કંપનીની ટૂકડીએ ચકાસણી કરતા ત્યાંથી રૂ.૧૭ લાખ ૨૪ હજારની વીજચોરી ઝડપાઈ ગઈ છે. તે હોટલમાં બાજુમાંથી પસાર થતા થાંભલામાંથી જોડાણ મેળવી વીજ વપરાશ કરાતો હતો.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી ડામી દેવા માટે શરૂ કરાયેલી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સઘન વીજ ચેકીંગ હાથ ધરાયું હતું.
તે દરમિયાન દ્વારકા શહેરથી નાગેશ્વર તરફ જવાના રોડ પર આવેલી એક હોટલમાં વીજચોરી થતી હોવાની બાતમી મળતા ત્યાં ગયેલી વીજ ટૂકડીએ હોટલ ખોડિયાર ભવનમાં ચકાસણી કરી હતી. તે હોટલમાં બાજુમાંથી પસાર થતાં થાંભલામાંથી વીજ જોડાણ મેળવી વીજળીનો વપરાશ કરાતો હોવાનું જણાઈ આવતા તે હોટલના સંચાલક ભુટાભા બબાભા સુમણીયા સામે કાર્યવાહી કરાઈ છે. તેઓને રૂ.૧૭,૨૪,૫૮૨નંુ પુરવણી બીલ આપવામાં આવ્યું છે અને કમ્પાઉન્ડીંગ ચાર્જ પેટે રૂ.દોઢ લાખ ભરવા વીજ કંપીન દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial