Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દિ મહોત્સવને
વડતાલ તા. ૧૨: ખેડા જિલ્લાના વડતાલમાં ચાલી રહેલા દ્વિશતાબ્દિ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી રૂ. ર૦૦ ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. પી.એમ. મોદીએ જણાવ્યું હતું કે, વડતાલમાં મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરીથી આનંદ થયો છે.
વડતાલના સ્વામિનારાયણ મંદીરના દ્વશતાબ્દિ મહોત્સવને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ સંપ્રદાય સાથે મારો સંબંધ ખૂબ જુનો છે. આ સંબંધ આત્મિક, આધ્યાત્મિક અને સામાજિક છે. ગુજરાતમાં હતો ત્યારે સંતોનું સાનિધ્ય મને ઉપલબ્ધ રહેતું. હું એ પળોને મનભરીને જીવતો હતો. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ ક્રમ ચાલુ જ છે. મને સંતોના આશીર્વાદનું સૌભાગ્ય મળતું રહ્યું છે. રાષ્ટ્ર માટે સાર્થક ચિંતનનો અવસર મળતો રહે છે. મારઈ ઈચ્છા આ પ્રસંગે જાતે હાજરી આપવાની હતી. જવાબદારીઓ અને વ્યસ્તતાને કારણે હું હાજર ન રહી શક્યો. હું હૃદયથી તમારા બધા વચ્ચે જ છું. ગુલામી પછી દેશ વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. એ સમયે ભગવાન સ્વામિનારાયણે નવી ઊર્જા પૂરી પાડી. ત્યારના તમામ સંતોએ આપણી ઓળખને પુનઃ જીવિત કરી. આ દિશામાં શિક્ષાપત્રી અને વચનામૃતનું મોટું યોગદાન છે. વડતાલ ધામ માનવતાની સેવા અને યુગનિર્માણનું અધિષ્ઠાન છે. સેવાના અનેક પ્રકલ્પ ચાલી રહ્યા છે. એક પેડ મા કે નામનું આહ્વાન કર્યું હતું. સ્વામિનારાયણ પરિવારે ૧ લાખથી વધુ વૃક્ષારોપણ કર્યું.
તેમણે કહ્યું કે, વિકસિત ભારતની પહેલી શરત છે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત આપણે જાણે જ બનાવવું પડશે. વોકલ ફોર લોકલથી આત્મનિર્ભર ભારતની શરૂઆત થશે. વિકસિત ભારત માટે દેશની એક્તા, અખંડિતતા જરૂરી. કેટલાક લોકો સમાજને જાતિ, ધર્મ, ભાષામાં વહેંચે છે. દેશવિરોધીઓની આ ચેષ્ટાની ગંભીરતાને સમજવી જોઈએ. આપણે આવા કારનામાઓને હરાવવા જ પડશે. ભગવાન સ્વામિનારાયણે શીખવ્યું કે યુવાનો રાષ્ટ્રનિર્માણ કરી શકે. વિકસિત ભારત માટે યુવાનો સશક્ત હોવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial