Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢ દાયકા જૂની બોડીના રાજીનામા પછી પણ દાદાગીરી યથાવતની રજૂઆતઃ
જામનગરની સમસ્ત સીદી જમાતના સદસ્યોએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દોડી આવી આવેદનપત્ર અર્પણ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સમસ્ત સીદી જમાતની પ્રમુખ સહિતની જૂની બોડી છેલ્લા દોઢ દાયકાથી સત્તાનશીન હતી. તે બોડીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તેવી જાહેરાત જમાતની ગઈ તા.૩ના દિને મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. આ વેળાએ પ્રમુખ સહિતના બોડીના સભ્યોએ લેખિત અને મૌખીકમાં રાજીનામા માટે સહમતી આપી હતી. તે પછી જમાતની જગ્યા પર કબજો કરી લેવાયો છે અને કોઈ સાહિત્ય સોંપ્યંુ નથી. બેઠક પછી એક એક સપ્તાહે જૂની બોડીના સદસ્યોએ દાદાગીરી આચરી અગાઉ જમાતના લેટરપેડથી નાતની જગ્યા પર મારવામાં આવેલા સીલ પર તેઓએ ઉખેડી નાખ્યું છે. આ રીતે ગેરરીતિ આચરતા જમાતના પૂર્વ આગેવાનો સામે રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial