Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજીંગમાં એસસીઓની બેઠકમાં ઉપસ્થિત રહી શકે
નવી દિલ્હી તા. ૧રઃ પીએમ મોદી ચીનની મુલાકાત લ્યે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. એલએસીનો વિવાદ ઉકેલાયા પછી બન્ને દેશો સંબંધો સુધારવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓ-મંત્રી કક્ષાની સતત વાતચીત ચાલી રહી છે. નવા વર્ષે મોદીની બીજીંગની મુલાકાતની ગુપચુપ તૈયારી શરૂ થઈ છે. બીજીંગમાં એસસીઓની બેઠકમાં ભાગ લ્યે તેવી શક્યતા જણાવાઈ રહી છે.
ભારત અને ચીન બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે. ગયા મહિને રશિયાના કઝાન શહેરમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વાતચીત થઈ હતી. તે પહેલા ભારત અને ચીન વચ્ચે એલએસી પર અગાઉની સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે પોતપોતાની સેનાઓ પાછી ખેંચી લેવાનો કરાર થયો હતો.
હવે બન્ને દેશો સંબંધોમાં ઉષ્મા લાવવા માટે આગામી દિવસોમાં વધુ પ્રયાસો કરશે. આ ક્રમમાં પીએમ મોદી ચીનની મુલાકાત પણ લઈ શકે છે. અહેવાલ મુજબ પીએમ મોદી આવતા વર્ષે ચીનમાં યોજાનારી એસસીઓ બેઠકમાં ભાગ લેવા બેઈજિંગ જઈ શકે છે. તાજેતરમાં નવી દિલહીમાં ચીની દૂતાવાસના અધિકારીઓએ ભારતીય મીડિયા સાથે વાત કરતા આ વાત શહી.
રિપોર્ટ અનુસાર એલએસી પર સ્થિતિ સુધર્યા પછી બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ, ચીની નાગરિકોને વિઝા આપવા, ઘણી મોબાઈલ એપ્સ પરનો પ્રતિબંધ હટાવવા, ચીની પત્રકારોને ભારતમાં આવીને રિપોર્ટીંગ કરવાની મંજુરી અને વધુ ભારતીય ફિલ્મોનું સ્ક્રીનીંગ કરવાની છૂટ અપાશે.
ચીનના સિનેમાઘરોમાં તેને પ્રદર્શિત કરવા માટે વાતચીત ચાલી રહી છે. આવનાર સમયમાં આ દિશામાં જરૂરી પગલાં લેવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન સરકારને આશા છે કે આવતા વર્ષે પીએમ મોદી શાંઘાઈ કોઓપરેશનમાં એસસીઓની બેઠક યોજાઈ હતી, જેમાં વિદેશમંત્રી એસ. જયશંકરે ભારત તરફથી ભાગ લીધો હતો.
ચીનના અધિકારીઓનું માનવું છે કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. બન્ને નેતાઓએ કઝાનમાં તૈયાર કરાયેલા એજન્ડા સિવાય વ્યક્તિગત રીતે એકબીજા સાથે વાત કરી હતી. બન્ને નેતાઓ સંબંધો સુધારવા માંગે છે. છેલ્લા પાંચ વર્ષમાં બન્ને નેતાઓની આ પ્રથમ સામ-સામે મુલાકાત હતી.
બન્ને દેશો વિશેષ પ્રતિનિધિઓ, વિદેશમંત્રીઓ અને નાયબ વિદેશમંત્રીઓના સ્તરે વાતચીત કરી રહ્યા છે અને ભવિષ્યની વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે જેથી સંબંધોને સુધારી શકાય. આ મહિને બ્રાઝિલમાં યોજાનારી જી-ર૦ બેઠક દરમિયાન આ અધિકારીઓ અને મંત્રીઓ ફરી મળી શકે છે.
ચીનની અર્થવ્યવસ્થા હાલમાં મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. વિકાસ દર સતત ઘટી રહ્યો છે. માંગનો અભાવ તેનો સૌથી મોટો પડકાર છે. બીજી તરફ અમેરિકાએ તેના ઘણાં ઉત્પાદનો પર ભારે આયાત જકાત લાદી છે. ચીન અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સ્ટિમ્યુલસ પેકેજ આપી રહ્યું છે. આવી સ્થિતિમાં તે ભારત પાસેથી અપેક્ષા રાખી રહ્યો છે. ભારત હાલમાં ચાઈનીઝ ઉત્પાદનોનો સૌથી મોટો ખરીદદાર છે. આવી સ્થિતિમાં ભારત સાથેના સંબંધોને કોઈપણ ભોગે પાટા પર લાવવાની ફરજ પડી છે જ ેથી તેની અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતરતી અટકાવી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial