Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિત્ર પાસેથી હાથઉછીની રકમ પણ મેળવી હતીઃ
જામનગર તા. ૧રઃ જામનગરના ગુરૂદ્વારા સર્કલ નજીક વસવાટ કરતા એક રિક્ષા ડ્રાઈવરે રવિવારની રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. આ યુવાન દારૂનો નશો કરવાની લત ધરાવતા હતા અને તેઓએ પોતાના મિત્ર પાસેથી હાથ ઉછીની રકમ પણ મેળવી હતી. તેમ મૃતકના મોટાભાઈએ પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યું છે.
જામનગરના ગુરૂદ્વારા સર્કલ નજીક આવેલા એક ટ્રાવેલ્સની પાછળની શેરીમાં રહેતા શૈલેષભાઈ જશવંતભાઈ માવલા (ઉ.વ.ર૧) નામના રિક્ષા ડ્રાઈવરે રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની ગઈકાલે સવારે તેમના પરિવારને જાણ થતાં ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.
મૃતકના મોટાભાઈ સુરેશ ભાઈ માવલાએ પોલીસને જાણ કરી છે. તેઓના નોંધવામાં આવેલા નિવેદનમાં જણાવાયા મુજબ શૈલેષભાઈ દારૂ પીવાની આદત ધરાવતા હતા અને તેઓએ અગાઉ પોતાના મિત્ર પાસેથી હાથઉછીની રકમ પણ મેળવી હતી. સરખી રીતે કામ ધંધો ન કરતા આ યુવાને રવિવારની રાત્રે અગિયાર વાગ્યા પછી પોતાના ઘરમાં લોખંડની આડશમાં કપડુ બાંધી ગળાટૂંપો ખાધો છે. સિટી બી ડિવિઝન પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial