Advertisement
Author: નોબત સમાચાર

આયુષ્માન ભારત વય વંદના યોજના અંતર્ગત નોંધણી અંગે તાકીદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

ખંભાળીયા તા. ૧રઃ હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂ. ૧૦ લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી દ્વારા આયુષ્માન ભારત વય વંદના કાર્ડની મદદથી ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્માન કાર્ડ આપવાનો અમલ શરૂ કરવામાં આવેલ છે.

આયુષ્માન ભારત વય વંદનાની નોંધણી આયુષ્માન એપ દ્વારા તેમજ પીએમજેએવાય યોજનાના વેબ પોર્ટલ પર લાભાર્થી જાતે કરી શકે છે. જો કોઈ લાભાર્થી જાતે નોંધણી ન કરી શકે તેવા કિસ્સામાં તમામ સરકારી હોસ્પિટલ/યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ/ઈગ્રામ (વીસીઈ)માં લાભાર્થીઓના આધારકાર્ડ રજૂ કરીને નોંધણી કરાવી શકાશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh