Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં દર દસે ચાર પરિવાર બીમારઃ હવાની ગુણવત્તા અત્યંત ખરાબ

મહાનગરપાલિકા યોગ્ય રીતે કામ કરી રહી નથીઃ કાટમાળના ઢગલા

નવી દિલ્હી તા. ૧રઃ દિલ્હીમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાથી લોકો પરેશાન છે, અને દિલ્હી એમસીડી પર માછલા ધોવાઈ રહ્યા છે.

વાયુ પ્રદૂષણને કારણે દર ૧૦ માંથી ચાર પરિવારો ડોક્ટરની મુલાકાત લઈ રહ્યા છે. ચિંતાજનક સ્થિતિ એ છે કે આ પરિવારો છેલ્લા ત્રણ અઠવાડિયાથી સારવાર અને દવાઓ લઈ રહ્યા ાછે. તેમાંથી નવ ટકા લોકોએ સીધા ક્લિનિક અથવા હોસ્પિટલમાં જવાને બદલે સોશિયલ મીડિયા દ્વારા તબીબી સલાહ લીધી. દિવાળીની આસપાસ એનસીઆરમાં વધુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બની ગઈ છે.

સર્વે અનુસાર વાયુ પ્રદૂષણની સમસ્યાને કારણે ૪૭ ટકા લોકોએ વાયુ પ્રદૂષણ સંબંધિત દવાઓ અથવા સાધનો ખરીદ્યાય. આ ડેટા લોકલ સર્કલ નામની સર્વેક્ષણ સંસ્થાનો છે. સોશિયલ મીડિયા દ્વારા તેણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદના ર૧ હજાર લોકોના અભિપ્રાય માંગ્યા. સર્વેમાં બહાર આવ્યું છે કે દિલ્હી-એનસીઆરના ૩૩ ટકા લોકો કફ સિરપ લઈ રહ્યા છે, જ્યારે ર૦ ટકા લોકોએ પેરાસિટામોલ, ૧૩-૧૩ ટકા ઈન્હેલર અને નેબ્યુલાઈજર, ૧૩ ટકા લોકોએ એન્ટિબાયોટિક્સ અને અન્યનો ઉપયોગ કર્યો છે.

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. હવાની ગુણવત્તા 'ખૂબ નબળી' શ્રેણીમાં રહે છે. આજે મંગળવારે સવારે દિલહીના ઘણાં વિસ્તારોમાં એર ઈન્ડેક્સ ચારસોને વટાવી ગયો હતો. એક્યુઆઈસીએન મુજબ મંગળવારે સવારે ૭ વાગ્યે આનંદ વિહારનો એક્યુઆઈ ૪ર૦, જ્હાંગીરપુરીનો એક્યુઆઈ ૪ર૪, ઓખલાનો એક્યુઆઈ ૩૦૧ અને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમનો રપ૪ હતો.

આ પહેલા સોમવારે દિલ્હીનો એક્યુઆઈ ૩પ૦ થી ઉપર નોંધાયો હતો. હવાની ગુણવત્તા સતત ૧૩ માં દિવસે 'ખૂબ નબળી' શ્રેણીમાં રહી હતી. વધતા જતા વાયુ પ્રદૂષણને કારણે દિવસે ને દિવસે હવામાં ગૂંગળામણ થઈ રહી છે, પરંતુ તેમ છતાં પ્રદૂષણને રોકવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.

યમુનાપરમાં ઠેર-ઠેર પડેલા કાટમાળના ઢગલા જોતા એવું લાગી રહ્યું છે કે, મહાનગરપાલિકા સક્રિય રીતે કામ કરી રહી નથી. કાટમાળના ઢગલામાંથી ઊડતી ધૂળના કારણે પ્રદૂષણ તો વધ્યું જ છે, પરંતુ લોકોના આરોગ્યની સમસ્યામાં પણ વધારો થયો છે. કરકડી મોર, મયુર વિહાર ફેઝ-૩, કોટલા રોડ, ગાઝીપુરમાં કાટમાળના ઢગલા છે. જેના કારણે લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ચામડીના રોગોનો સામનો કરવો પડી રહ્યો છે.

કેટલાક વિસ્તારોમાં પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે ખાસ પગલાં લેવામાં આવતા નથી. કોટલા રોડ પર કાટમાળના ઢગલા છે. જેના કારણે ઊડતી ધૂળના કારણે અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે કાટમાળ પડ્યાને લગભગ એક અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ તેની કાળજી લેનાર કોઈ નથી. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે ધૂળ ઊડીને ઘરો સુધી પહોંચે છે. ખજૂરી ચોકમાં માટીના થર જમા થયા છે. લોની રોડ પર વિવિધ જગ્યાએ માટીના ઢગલા પડ્યા છે.

મહાનગરપાલિકાના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે કોર્પોરેશન પ્રદૂષણ રોકવા માટે સક્રિય છે. દરરોજ વિવિધ સ્થળોએ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ મળતા જ ભંગારનો ઢગલો શાક્ષી પાર્ક સ્થિત સીએન્ડડી વેસ્ટ પ્લાન્ટમાં નિકાલ માટે નાખવામાં આવે છે. ટૂંક સમયમાં કોટલા રોડ, મયુર વિહાર ફેઝ-૩ અને અન્ય સ્થળોએથી પણ કાટમાળ હટાવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh