Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૬ જોડાણમાંથી મળી આવી હતી ગેરરીતિઃ
જામનગર તા. ૧૧: જામનગર શહેર ઉપરાંત ભાણવડના ગ્રામ્ય પંથકમાં શનિવારે વીજચોરી પકડવા હાથ ધરાયેલા ચેકીંગમાં રૂ.૪૦ લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી પકડવા શરૂ કરવામાં આવેલી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત શનિવારે ૩૫ ટૂકડીએ જામનગર શહેરના અંબાજી ચોક, કુંભારવાડા, સુભાષ શાક માર્કેટ, હાપા કોલોની, ઢીંચડા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી સહિતના વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું.
તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર, સઈ દેવળીયા, મોટા કાલાવડ, મેવાસા, ફતેપુર, મોડપર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વીજ ચેકીંગ હાથ ધરાયું હતુ. કુલ ૫૧૫ વીજ જોડાણ ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી ૭૬ જોડાણમાં ગેરરીતિ જોવા મળતા તેના ધારકોને રૂ.૪૦ લાખ રપ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial