Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દી-ચીની ભાઈ-ભાઈનું રિપિટેશન?
નવી દિલ્હી તા. ૧રઃ ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઈટ અને વિઝા પ્રતિબંધોમાં છૂટછાટ દ્વારા બન્નદે દેશો વચ્ચે સંબંધો સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેથી હિન્દી-ચીની ભાઈ-ભાઈનું સૂત્ર ફરીથી ગૂંજતુ થશે? તેવો સવાલ પૂછાઈ રહ્યો છે.
ભારત અને ચીન વચ્ચે એલએસી પર સંઘર્ષ ઘટાડવાના પ્રયાસો વચ્ચે નીચના વરિષ્ઠ અધિકારીઓએ સંકેત આપ્યો કે બન્ને પક્ષો સંબંધોને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.
ચીની અધિકારીઓનું કહેવું છે કે બન્ને પક્ષો સંબંધોને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ઘણા પગલાં પર ચર્ચા કરી રહ્યા છે, કારણ કે તેઓ એપ્રિલ-મે ર૦ર૦ માં વાસ્તવિક નિયંત્રણ રેખા પરના સ્ટેન્ડઓફ પહેલા હતાં. આ વાત પર ભાર મૂકતા ચીની અધિકારીઓએ કહ્યું કે ગયા મહિને કઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચેની બેઠક દરમિયાન આ વાત વધુ સ્પષ્ટ થઈ ગઈ. બેઈજિંગને આશા છે કે આ વિશ લિસ્ટ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તેમાં બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ, રાજદ્વારીઓ અને વિદ્વાનો સહિત ચીની નાગરિકો પરના વિઝા પ્રતિબંધો હળવા કરવા, મોબાઈલ એપ્સ પરના પ્રતિબંધને હટાવવા, ચીની પત્રકારોને ભારતની મુલાકાત લેવાની મંજુરી આપવાનો સમાવેશ થાય છે.
ચીની થિયેટરોમાં વધુ ભારતીય ફિલ્મોને મંજુરી આપી છે. આ ઉપરાંત એક અંગ્રેજી અખબાર દ્વારા ચીનના અધિકારીઓ, વિદ્વાનો અને સરકારી થિંક ટેન્ક અને મીડિયા સંસ્થાઓના વિશ્લેષકો સાથે યોજાયેલી ઘણી બેઠકોમાંથી આ માહિતી બહાર આવી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
સરહદી અણબનાવ ખતમ થયા પછી ચીનના અધિકારીઓ ભારતીય મીડિયાના પ્રતિનિધિમંડળને મળ્યાનો આ પ્રથમ પ્રસંગ છે. ચીન સરકારને એવી પણ આશા છે કે વડાપ્રધાન મોદી આવતા વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ માટે ચીનની મુલાકાત લેશે. એવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે કે 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ'નું દાયકાઓ જુનું સૂત્ર ફરીથી ગૂંજતી થશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial