Advertisement
Author: નોબત સમાચાર

અતિવૃષ્ટિના અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની માંગ

મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયાનું આવેદન

જામનગર તા. ૧૨: જામનગરમાં અઢી માસ પહેલા થયેલ અતિવૃષ્ટિના કારણે અનેક લોકોની અસંખ્ય ઘરવખરીને નુક્સાન થયું હતું. જેમાંથી અનેક લોકોને હજુ સહાય મળી નથી તેને સહાય ચૂકવવાની માંગણી સાથે આજે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ પ્રાંત અધિકારી સમક્ષ આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

જામનગરમાં ગત્ તા. ર૭-૦૮-ર૦ર૪ ના અતિ ભારે વરસાદ વરસ્યો હતો. પરિણામે વોર્ડ નંબર ૪, ૧૦, ૧૧, ૧ર અને ૧૬ મા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. આથી લોકોની ઘરવખરીને ભારે નુક્સાન થયું હતું.

આ વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યા પછી અસરગ્રસ્તોને વળતર ચૂકવાયું હતું, પરંતુ આશરે ર૪૦૦ થી વધુ લોકો વળતર મેળવવાથી વંચિત રહ્યા છે. તેમને અત્યારે સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ સમયે અનેક અસરગ્રસ્તો પણ સાથે જોડાયા હતાં. જો સત્વરે ચૂકવણી કરવામાં નહીં આવે તો ધરણાં કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh