Advertisement
Author: નોબત સમાચાર

નોટના નંબર પર જુગાર રમતા ચાર ઝબ્બે

ભીમરાણામાંથી ઝડપાયો ગંજીપાનાનો જુગારઃ

જામનગર તા. ૧૨: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એકીબેકી બોલી જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જોડિયામાં વર્લીના આંકડા લખતો શખ્સ પકડાયો છે. ઓખામંડળના ભીમરાણામાંથી બે શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં ગઈકાલે બપોરે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા પ્રવીણભાઈ ગોરધનભાઈ કનખરા, બાબુભાઈ નારણભાઈ કટારમલ, વિઠ્ઠલભાઈ વસરામભાઈ ભદ્રા નામના ત્રણ વૃદ્ધને પોલીસે પકડી પાડ્યા છે. તેઓના કબજામાંથી રૂ.૧૦, ૪૦૦ રોકડા ઝબ્બે લેવાયા છે.

જોડિયા શહેરના બંદર રોડ પર ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા અનિશ રફીકભાઈ રાધા નામના વાઘેર શખ્સને પોલીસે પકડી લઈ રોકડ રકમ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી ઝબ્બે લીધી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના ભીમરાણામાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના કૂટી રહેલા રણમલ સવાભાઈ ચૌહાણ, વસંત કાળુભાઈ જનગરીયા નામના બે શખ્સને પોલીસે પકડી પટમાંથી રોકડ તથા ગંજીપાના કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh