Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: નેપાળમાં તાજેતરમાં યોજાયેલી શંખડોલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં અનેક દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ભારત તરફથી જામનગરની માત્ર સાડા છ વર્ષની બાંસુરી વિશાલભાઈ પોપટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને દેશ તથા નગરનું ગૌરવ વધાર્યું છે. બાંસુરીને કરાટેની તાલીમ ઈન્ટરનેશનલ સિકસ્થ ડીગ્રી બ્લેક બેલ્ટ ધરાવતા પી.ઈ. શેલારે આપી હતી. બાંસુરીને તેની સફળતા બદલ ઈન્દ્રપ્રસ્થમાં સન્માનીત કરવામાં આવી હતી. જેમાં ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ધ્રુવ, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, જામનગર ઉદયના પી.પી. પરમાર, કચ્છ નજર હિંમતભાઈ ગોરી, હાજીભાઈ દોદાણી, ગુજરાત રાજ્ય સેવા સમિતિના અધ્યક્ષ વિશાલભાઈ પોપટ, બ્લેકબેલ્ટ શકુંતલાબેન શેલાર, ફિફથ ડિગ્રી બ્લેકબેલ્ટ સતિષભાઈ શેલાર, નવાનગર ચેસ એસો.ના પ્રમુખ ક્રિષ્નાબેન ઠકકર, થર્ડ ડિગ્રી બ્લેકબેલ્ટ દિપકભાઈ શેલાર, બ્લેકબેલ્ટ સુમનબેન ખાડે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial