Advertisement
Author: નોબત સમાચાર

આંધ્રપ્રદેશમાં રૂ. ૬૦ હજાર કરોડના મેગા પેટ્રોલિયમ પ્રોજેક્ટને મોદી સરકારની મંજુરી

એનડીએ સરકારની સત્તા જાળવવા ચંદ્રાબાબુ નાયડુએ નાક દબાવીને મોઢું ખોલાવ્યું ?

નવી દિલ્હી તા. ૧૧: મોદી સરકારનું 'નાક દબાવી' ચંદ્રાબાબુએ ૬૦,૦૦૦ કરોડનું કામ કાઢવી લીધુ છે, અને પીએમ મોદી પાસે રિફાઈનરી-પેટ્રો.નો મેગા પ્રોજેક્ટ મંજુર કરાવ્યો છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. બન્ને નેતાઓની બેઠકને માત્ર પ દિવસ જ થયા છે. કેન્દ્રએ આંધ્રપ્રદેશમાં રૂ.  ૬૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ઓઈલ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માંગણી સ્વીકારી છે.

નાયડુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતાં અને રાજ્યમાં રિફાઈની સ્થાપવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે, કારણ કે કેન્દ્ર સરકારમાં ટીડીપીની સાથે જેડીયુની પણ મહત્ત્વની ભૂમિકા છે.

એક અંગ્રેજી અખબારે જાણકાર લોકોને ટાંકીને કહ્યું કે, રિફાઈનરી માટે ત્રણ સ્થળો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં શ્રીકાકુલમ્, માછલીપટ્ટનમ્ અને રામાયપટ્ટનમ્નો સમાવેશ થાય છે. રિફાઈનરીની ઔપચારિક જાહેરાત ર૩ જુલાઈએ રજૂ થનારા બજેટમાં થવાની શક્યતા છે. સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે અને બજેટમાં તેની જાહેરાત થઈ શકશે નહીં. ચંદ્રબાબુ નાયડુ માટે આ એક મોટી જીત છે, કારણ કે તેમણે પીએમ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઈનરી સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. નાયડુના ૧૬ સાંસદો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સમર્થન આપે છે.

જો કે, નાયડુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ તેમના રાજ્યના હિતોને ધ્યાનમાં રાખે છે અને તેઓ કોઈપણ માંગ સાથે સરકારને તોડી નાખશે નહીં.

જો કે, આ અંગે બીપીસીએલ અને પેટ્રોલિયમ મંત્રાલય હાલમાં આ પગલાં એગે મૌન છે, પરંતુ સીએમ નાયડુએ એક્સ એ પર લખ્યું, 'દેશના પૂર્વ કિનારે વ્યૂહાત્મક રીતે સ્થિત અમારૂ રાજ્ય નોંધપાત્ર પેટ્રોકેમિકલ ક્ષમતા ધરાવે છે. આજે હું ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણ કુમારના નેતૃત્વમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્રતિનિધિઓને મળ્યો. અમે રોકાણ કરવાની યોજના બનાવી છે. આંધ્રપ્રદેશમાં રૂ.  ૬૦-૭૦ હજાર કરોડના રોકાણ સાથે મેં રાજ્યમાં વિગતવાર યોજના સાથેનો અહેવાલ માંગ્યો છે. આ પ્રોજેક્ટ માટે લગભગ પ૦૦૦ એકર જમીનની જરૂર પડશે, જે સરકાર કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ કરવાની આશા રાખે છે.'

ઉલ્લેખનિય છે કે, બિહારે નવ એરપોર્ટ, ચાર નવી મેટ્રો લાઈન અને સાત મેડિકલ કોલેજો સાથે રૂ.  ર૦૦ બિલિયન થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે નાણાની માંગણી કરી છે. ર૦,૦૦૦ કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓના સમારકામ માટે અલગ પેકેજની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પણ ઊઠાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બિહારને લઈને બજેટમાં કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh