Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના તબીબને ભરખી ગયો હૃદયરોગ

મોડીરાત્રે છાતીમાં ઉપડ્યો જીવલેણ દુખાવોઃ

ધ્રોલ તા. ૧૧: ધ્રોલમાં ખાનગી પ્રેક્ટિસ કરતા એક તબીબને ગઈરાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. આ તબીબને હૃદયરોગનો હુમલો ભરખી ગયાનું જાહેર થયું છે.

ધ્રોલ શહેરમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને શ્રી ધનવન્તરિ નિદાન કેન્દ્ર નામનું ક્લિનિક ચલાવતા ડો. આર.એસ. આચાર્ય (ઉ.વ.૫૬) ગઈરાત્રે પોતાના ઘરે નિદ્રાધીન થયા પછી મોડી રાત્રે તેઓને છાતીમાં દુખાવો ઉપડયો હતો. આ તબીબને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ તબીબને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હોવાનું બહાર આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh