Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બિલ્ડરે સોયલ ટોલનાકા પાસે જઈ ગટગટાવી લીધી ઝેરી દવા

આર્થિક સંકટ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણઃ

જામનગર તા. ૧૧: જામનગરના એક બિલ્ડરે ગઈકાલે સોયલ ટોલનાકા પાસે જઈ ઝેરી દવા પી લેતાં તેઓને સારવાર માટે જામનગર દવાખાને ખસેડાયા છે. તેમના ભાઈએ પૈસાની લેતીદેતીના મામલે આર્થિક સંકટનો સામનો કરતા તેમના ભાઈએ આ પગલું ભર્યાનું પત્રકારોને જણાવ્યું છે.

જામનગરના ઠેબા બાયપાસ વિસ્તારમાં વસવાટ કરતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા નંદલાલ સંઘાણી નામના પટેલ યુવાને ગઈકાલે સાંજે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા સોયલ ટોલનાકા નજીક જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લેતાં આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ યુવકની તબીબોએ તાકીદે સારવાર શરૂ કરી હતી. જેના પગલે હાલમાં આ યુવાનની તબીયત સ્થિર છે. બનાવની જાણ થતાં નંદલાલ સંઘાણીના નાનાભાઈ પરેશ સંઘાણી દોડી આવ્યા હતા. તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના ભાઈને પૈસાની બાબતે ટોર્ચર કરાતા હોવાનું જણાવ્યું છે.

તેઓના જણાવ્યા મુજબ કન્સ્ટ્રક્શનનું કામ કરતા તેમના ભાઈએ રૂ. ૨ કરોડથી વધુની રકમ લેવાની બાકી છે તે વ્યક્તિઓ પૈસા આપતા નથી અને જેની પાસેથી નંદલાલે પૈસા ઉછીના લીધા છે તે આઠ, દસ વ્યક્તિ નંદલાલ પાસે કડક ઉઘરાણી કરી તેમના ઘરે ફોન કરે છે અને તેના કારણે નંદલાલભાઈ ભારે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરવા તજવીજ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh