Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'એક ગામ'ની પસંદગી હેઠળનો અહેવાલ મેળવવા
જામનગર તા. ૧૧: ગાંધીનગરથી કોઈ પણ એક ગામ પસંદ કરવામાં આવ્યું હતું અને ત્યાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક મુલાકાત લઈ સાધન-સુવિધાની વ્યવસ્થા ચકાસી તેનો સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કરવાનો હતો. જામનગરના પણ બન્ને અધિકારીઓ આ કાર્યમાં જોડાયા હતાં.
જામનગરના કલેક્ટર ત્રીવેદીએ બેરાજા ગામથી અને ડીડીઓએ પડાણાથી મુલાકાત ગત્ શનિવારે લીધી હતી, અને બે ગામમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા ત્યાં સાધન સામગ્રીની અને ડોક્ટરની વ્યવસ્થા, શિક્ષણ સેવા અને શાળાના ઓરડા, શિક્ષકની સંખ્યા, બેંક સેવા, આંગણવાડી, સસ્તા અનાજની દુકાનની સુવિધા વગેરેની વિગતો મેળવી હતી અને એ જ દિવસે સાંજે મુખ્યમંત્રી સાથે ઓન લાઈન સંવાદ કરી વિગતો આપી હતી. હવે મુખ્યમંત્રી કાર્યાલયથી ખૂટતી સુવિધા અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial