Advertisement
Author: નોબત સમાચાર

ઉછીના આપેલા પૈસાની માગણી કરી પરપ્રાંતિય શખ્સે ચપ્પુથી કર્યાે હુમલો

ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયોઃ

જામનગર તા. ૧૧: ધ્રોલના સણોસરા ગામમાં એક કંપનીમાં સાથે કામ કરતા બે પરપ્રાંતિય વચ્ચે રૂ. ર હજારની લેતીદેતીના પ્રશ્ને બોલાચાલી થયા પછી એક શ્રમિક પર બીજા શખ્સે ચપ્પુથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. સારવારમાં ખસેડાયેલા શ્રમિકે પોલીસમાં ફરિયાદ કરી છે.

ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી ફિયોટેક્સ કંપનીમાં મજૂરી માટે આવીને રહેતા મૂળ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના ખાલીકપુર ગામના વતની મુકેશકુમાર ભીકમસિંગ રાજપૂતે થોડા દિવસો પહેલાં પોતાની સાથે જ કામ કરતા ગંગાસિંગ કેશવ સિંગ રાજપૂત પાસેથી રૂ. ૨ હજાર હાથઉછીના લીધા હતા.

તે રકમ ગઈકાલે ગંગાસિંગે પરત માંગી હતી અને મુકેશ કુમારે તે પૈસા નથી તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી ઉશ્કેરાયેલા ગંગાસિંગે ગાળો ભાંડ્યા પછી નજીકમાં પડેલુ ચપ્પુ ઉપાડી મુકેશકુમાર પર હુમલો કરી હાથ તથા બગલ અને છાતીમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા મુકેશ કુમારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh