Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલોઃ સતર્ક રહેવા સૂચનાઓ અપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત દિવસોથી વરસાદી ધાબડીયું વાતાવરણ રહ્યું અને દિવસો સુધી સૂર્ય ના નીકળવો તેમજ પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી જતાં તથા વાયરસ તેમજ ફીવર વ્યાપક થતાં ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં તાવના આવ્યો હોય અને શરદી, ઉધરસના કેસ ના હોય. સતત ધાબડીયા વાતાવરણની વચ્ચે માથું દુઃખવું, શરદી, ઉધરસ અને તાવના વ્યાપક કેસની ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા હોય તેની દવા લેવા દેખાડવા કતારો લાગતી જોવા મળતી હતી. હાલ ચોમાસામાં પાણી ભરાતા હોય પાણીના ખાડામાં જંતુઓ ઉત્પન્ન થતાં વ્યાપક રોગચાળો થતો હોય બહારનો ખોરાક ના ખાવા, ઓછો ખાવા, ગરમ ખોરાક ખાવા, વાસી ખોરાક ના ખાવા તથા નજીકના પાણીના ખાડામાં બળેલું ઓઈલ કે જંતુનાશક દવાનો છંટકાવ કરવા તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ છે. જો કે વાયરસ તાવ એવો વ્યાપક છે કે ઘરમાં એક વ્યક્તિને તાવ આવ્યો હોય તો ઘરના દરેક વ્યક્તિનો વારો આવી જ જાય તેમાં કળતર સાથે શરીર ભાંગી જાય તેવું થઈ જતું હોવાની વ્યાપક ફરિયાદો સાંભળવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial