Advertisement
Author: નોબત સમાચાર

પાંચ કોંગી કાર્યકરોની જામીન અરજી મેટ્રો કોર્ટે ફગાવી

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પાસે ઘર્ષણના કેસમાં

અમદાવાદ તા. ૧૧: અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પાસે કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં મેટ્રો કોર્ટે પાંચ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવા મામલે હાલમાં કોંગ્રેસના પ કાર્યકર્તાઓ જેલમાં બંધ છે. ત્યારે મેટ્રો કોર્ટે આજે પ આરોપીઓના જામીન ફગાવ્યા છે અને હાલમાં કાર્યકર્તાઓને કોઈ રાહત અપાઈ નથી. તમને જણાવી દઈએ કે નવા કાયદા મુજબ પ આરોપી સામે ગુનો નોંધાયો છે અને હાલમાં તેમને જેલમાં રહેવું પડશે. મેટ્રો કોર્ટે કહ્યું કે જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે અને જાહેરમાં કાયદો હાથમાં લેવો તે યોગ્ય નથી. આ સાથે જ કોર્ટે પાંચેય આરોપીઓના જામીન ફગાવ્યા હતાં.

ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલય તરફ આવી રહ્યા હતાં, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઈને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતાં. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતાં. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીને આસપાસ છૂપાઈ ગયા હતાં, તો કેટલાક બન્ને પક્ષે લોકોને રોકી રહ્યા હતાં. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો, જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે લોકોસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી, ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે. ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે, હું ફરી કહું છું, ગુજરાતમાં આઈએનડીઆઈએ જીતવા જઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh