Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મજૂરીના પૈસા ઉપરાંત સાડા ચાર લાખ પડાવી લીધાઃ
જામનગર તા. ૧૧: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં રહેતા એક પ્રૌઢે મકાનનંુ બાંધકામનું કામ સંભાળ્યા પછી તેની રકમ લેવાની બાકી હતી. તે દરમિયાન મકાન માલિકે આ પ્રૌઢને ફોસલાવીને બીજા સાડા ચાર લાખ મેળવી લીધા પછી પૈસા પરત ન આપી પોતાની પત્ની સાથે મળી આ પ્રૌઢને ત્રાસ આપતા તેઓએ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પોલીસે દંપતી સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલા સોનલનગરમાં મારાજની વાડી પાસે રહેતા કાનજીભાઈ સોઢા નામના ખવાસ પ્રૌઢે ખોડિયાર કોલોનીમાં વસવાટ કરતા સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા નામના આસામીના મકાનનું બાંધકામનું કામ રાખ્યું હતું.
તે કામ પૂર્ણ થયા પછી રૂ. ૯૫,૭૩૦ કાનજીભાઈએ લેવાના થતાં હતા. તે દરમિયાન જ્યારે બાંધકામ ચાલુ હતું ત્યારે સુરેન્દ્રસિંહે કોન્ટ્રાક્ટર કાનજીભાઈ સાથે વાતચીત કર્યા પછી કટકે કટકે રૂપિયા સાડા ચાર લાખ રોકડા મેળવી લીધા હતા. તેથી કાનજીભાઈએ આ રકમ અને બાંધકામના રૂ. ૯૫,૭૩૦ લેવાના બાકી નીકળતા હતા.
તે પછી પૈસાની જરૂર પડતા કાનજીભાઈએ પોતાની રકમ પરત માંગતા સુરેન્દ્રસિંહ પૈસા પાછા આપતા ન હતા અને ઝઘડો કરતા હતા. આ વ્યક્તિ તથા તેમના પત્ની રશીલાબા સોઢાએ ત્રાસ આપતા તેનાથી વાજ આવી ગયેલા કાનજીભાઈ એ ગઈકાલે દરબારગઢની બહાર જંગલી પીર તરફ જવાના રસ્તા પર જઈ ગળા ફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પુત્ર નિલેશભાઈએ પોલીસને જાણ કરી છે. સિટી એ ડિવિઝનના પીએસઆઈ એલ.બી. જાડેજા દોડી ગયા હતા. તેઓએ નિલેશભાઈ સોઢાની ફરિયાદ પરથી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે સુરેન્દ્રસિંહ બાલુભા તથા તેમના પત્ની રશીલાબા સોઢા સામે આઈપીસી ૩૦૬, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial