Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધનુર રસી વિષે યોગ્ય માર્ગદર્શન સાથે
જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલ્લા હેઠળ સમાવિષ્ટ ખંભાળિયા ગામમાં મોટા ખંભાલિડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુર રસી વિષે યોગ્ય માર્ગદર્શન આપીને ર૩ જેટલા બાળકોને સ્થળ પર જ ધનુરની રસી આપવામાં આવી હતી. તેમજ ધો. ૮ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોલેરા રોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોલેરા એ આંતરડાનો તીવ્ર ચેપી રોગ છે. તેના કારણે ઝાડા, ઉલટી થાય છે અને શરીરમાં પ્રવાહી ઘટી જાય છે. ગંભીર કિસ્સાઓમાં જો તાત્કાલિક સારવાર ન મળે તો દર્દીને ડિવાઈડ્રશન થઈ શકે છે. તેને આઘાત (શોક) લાગી શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
તે માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ. તેમજ વારંવાર હાથ ધોઈને સ્વચ્છ રાખવા અને અન્ય સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અન્ય વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા રોગો ન ફેલાય તેના માટે શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતાં. આ રોગના વાયરસને રોકવા માટે ઘરમાં અગાસી પર પક્ષી કુંજને સમયસર સાફ કરવું તેમજ ખુલ્લા પાણીના ટાંકા ઢાંકી રાખવા જોઈએ.
વિદ્યાર્થીઓને એનીમિયા વિષે માહિતગાર કરતા જણાવવામાં આવ્યું હતું કે, એનીમિયા આયર્નની ઉણપથી થઈ શકે છે. શરીરમાં લાલ રક્તકણોની સંખ્યામાં ઘટાડો થાય છે. તેના કારણે થાક લાગવો, શ્વાસોચ્છવાસમાં તકલીફ પડવી વગેરે જેવી સમસ્યા થાય છે. આવા સંજોગોમાં પોષણયુક્ત આહાર, લીલા શાકભાજી, કઠોળ, ઘઉં, બાજરી, રાગી વગેરે પોષણયુક્ત આહાર લેવા અંગે માહિતી અપાઈ હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નૂપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ, ડી.એસ.બી.સી.સી. ચિરાગ પરમાર, એમ.પી.ડબલ્યુ. વિશાલભાઈ રાવલ, એફ.એચ.ડબલ્યુ. આર.સી. ખાણધર, સી.એચ.ઓ. વર્ષાબેન માટિયા અને ખંભાલિડા ગામના આશા કાર્યકર હિનાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વેને માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial