Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબી તથા સિટી બીએ તૈયાર કરી દરખાસ્તઃ
જામનગર તા. ૧૧: જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે શરીર સંબંધી ચાર ગુન્હા નોંધાયા પછી તેની સામે પાસાની દરખાસ્ત કરાઈ હતી. તેને મંજૂરી મળતા આ શખ્સને એલસીબીએ સુરતની જેલમાં ધકેલી દીધો છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા કબીરનગર નજીક મંદિર પાસે રહેતા રાહિલ હુસેનભાઈ બ્લોચ ઉર્ફે ગટુ નામના શખ્સ સામે શરીર સંબંધી ચાર ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપતા સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા તથા એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.
તે દરખાસ્ત જિલ્લા મેજી. સમક્ષ રજૂ થતાં તેને મંજૂરી મળી હતી. તેના પગલે ગઈકાલે એલસીબી પીએસઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફે આરોપી રાહિલ બ્લોચ ઉર્ફે ગટુની અટકાયત કરી તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial