Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્યક્રમમાં પંચોતેર જેટલી મહિલાઓ સદ્ભાગીઃ
જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના ચંગા ગામમાં કામકાજના સ્થળે જાતિય સતામણી અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમ ર૦૧૩ અન્વયે મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિલક્ષી સમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા એટલાસ મેટલ કંપનીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રકારના કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે, મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણનું નિર્માણ થાય, મહિલાઓ પોતાના હક્ક માટે જાગૃત બને તે રહેલો છે. ઉપસ્થિત મહિલાઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ૭પ જેટલી મહિલા સહભાગી બની હતી.
કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશકુમાર બી. ચાંગાણી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર, ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો. ઓર્ડિનેટર અલ્પાબેન, અસ્મિતાબેન સાદિયા, સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, અભયમ ૧૮૧ હેલ્પલાઈનના સ્ટાફ મિત્રો અને એટલાસ મેટલ કંપનીના કર્મચારીગણ હાજર રહ્યા હતાં તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial