Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુરો કપ-ર૦ર૪
બર્લીન તા. ૧૧: જર્મનીના યજમાન પદે રમાઈ રહેલા યુરો કપ ર૦ર૪ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બીજા સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે નેધરલેન્ડને ર-૧ થી પરાજીત કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
બીજા સેમિફાઈનલમાં નેધરલેન્ડના ઝેવી સીમોઉન્સે ૭ મી મિનિટે જ ગોલ ફટકારી દેતા નેધરલેન્ડને ૧-૦ થી સરસાઈ મળી હતી. ત્યારપછી ૧૮ મી મિનિટે ડી-એરિયામાં ઈંગ્લેન્ડના કેપ્ટનને અવરોધના કારણે નેધરલેન્ડ સામે પેનલ્ટી કીક મળી હતી. કેપ્ટન હેરી કેને ગોલ ફટકારી દેતા પ્રથમ હાફમાં બન્ને ટીમ ૧-૧ થી બરાબરી પર રહી હતી. સેકન્ડ હાફમાં ૯૦ મિનિટ પૂર્ણ થઈ ત્યાં સુધી સ્થિતિ ૧-૧ ની જ રહી હતી અને મેચ એકસ્ટ્રા ટાઈમ તરફ જાય તેવી થઈ હતી, પણ ઈન્જરી એક્સ્ટ્રા એક મિનિટની રમત શરૂ થઈ કે બીજી જ સેકેન્ડે ઈંગ્લેન્ડના ઓલી વોટકીન્સે ગોલ ફટકારી દીધો હતો અને ૯૦ પ્લસ ૧ ના સમય સાથે મેચ પૂરો થયો ત્યારે ભારે રસકાકસીના અંતે ઈંગ્લેન્ડનો અંતિમ ક્ષણોમાં રોમાન્ચક વિજય થયો હતો અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
તા. ૧૪-૭-ર૦ર૪ ના રાત્રે ૧ર-૩૦ વાગ્યે ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે જોરદાર ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ મેદાન પર નિહાળવા તેમજ બન્ને દેશોમં વિવિધ શહેરોમાં જાયન્ટ સ્ક્રીન પર નિહાળવા અને દુનિયાભરના ફૂટબોલ રસિકો ટીવી પર નિહાળવા આતૂર બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial