Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે આરોપીએ કરી હતી અરજીઃ
જામનગર તા. ૧૧: જામજોધપુરના પરડવા ગામ પાસે સાડા ત્રણ મહિના પહેલાં આરએફઓ સહિતના સ્ટાફ પર છ શખ્સે હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. તે ગુન્હામાં ઝડપાયેલા બે આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
જામજોધપુર તાલુકાના પરડવા તેમજ ઘુવડા ગીચ વિસ્તારમાં ગઈ તા.૧૨-૩-૨૪ ના દિને ફોરેસ્ટ ખાતાના આરએફઓ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે ટ્રેક્ટર તથા જેસીબીના ડ્રાઈવરોને માટીનું ખોદકામ ન કરવાનું કહેવાતા આ શખ્સોએ પાઈપ-પથ્થર વડે હુમલો કરી આરએફઓ પ્રવીણસિંહ મોરીને માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે માલદે ગાંગા ખુંટી, ભાવેશ કરશન ખુંટી સહિત છ સામે ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત બંને આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા બંનેને રૂ. રપ-રપ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરાયો છે. આરોપી તરફથી વકીલ દીપક વ્યાસ, રાઘવભાઈ સિંધવ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial