Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતી મૂળના બ્રિટીશ મહિલા સાંસદ શિવાનીએ ગૃહમાં ગીતાજી હાથમાં લઈને લીધા હોદના શપથ

બ્રિટની-સંસદીય ચૂંટણીમાં વિજય પછી

લંડન તા. ૧૧: મૂળ ગુજરાતના બ્રિટીશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા લઈને શપથ લીધા હતાં. ચૂંટણીમાં પણ ગુજરાતી મૂળની શિવાની રાજા ખૂબ ચર્ચામાં રહી હતી. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે. આ સીટ પર લેબર પાર્ટીનું ૩૭ વર્ષનું વર્ચસ્વ ધ્વસ્ત થયું છે.

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. ૧૪ વર્ષ વિપક્ષમાં બેઠા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખૂબ ચર્ચામાં રહી છે. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે.

તેઓ ભારતીય મૂળના રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડ્યા હતાં. શિવાની રાજાએ બ્રિટનની સંસદમાં હાથમાં ગીતાજી ઉપાડીને શપથ લીધા હતાં.

બ્રિટનના સાંસદ તરીકે શપથ લીધા પછી શિવાની રાજાએ માઈક્રો બ્લોગિંગ સાઈટ એકસ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે લીસેસ્ટર ઈસ્ટના પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવી એ સન્માનની વાત છે. મને ગીતાજી પર હાથ રાખીને મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યે પોતાની નિષ્ઠાની શપથ લેવા પર વાસ્તવમાં ગર્વ છે. શિવાનીની જીત લીસેસ્ટર સીટીના હાલના ઈતિહાસને જાતે ખૂબ મહત્ત્વની છે કારણ કે અહીં ર૦રર માં ભારત વિરૂદ્ધ પાકિસ્તાન ટી-ર૦ એશિયા કપ મેચ પછી ભારતીય હિન્દુ સમુદાય અને મુસલમાનો વચ્ચે સંઘર્ષ થયો હતો. શિવાની વિશે વાત કરીએ તો શિવાની રાજાનો પરિવાર મૂળ દીવનો છે.

શિવાની રાજાએ ચૂંટણીમાં ૧૪પર૬ મત મેળવ્યા. તેમણે લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને હરાવ્યા. જેમને ૧૦૧૦૦ મત મળ્યા હતાં. આ જીત એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે લીસેસ્ટર ઈસ્ટ ૧૯૮૭થી લેબર પાર્ટીનો ગઢ રહ્યો છે. શિવાનીની જીતે ૩૭ વર્ષમાં પહેલીવાર આ મત વિસ્તારમાં એક ટોરીને સીટ અપાવી છે.

શિવાની રાજા ઉપરાંત યુકેમાં ૪ જુલાઈએ થયેલી સામાન્ય ચૂંટણીમાં ર૭ અન્ય ભારતીય મૂળના સાંસદ હાઉસ ઓફ કોમન્સ માટે ચૂંટાઈ આવ્યા છે. આ બધા વચ્ચે બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટીના સત્તામાં આવ્યા બાદ સેંકડો નવા ચૂંટાયેલા સાંસદો ઉત્સાહપૂર્વક સંસદ પહોંચ્યા છે. નવા હાઉસ ઓફ કોમેન્સમાં અત્યાર સુધીમાં ચૂંટાઈ આવેલી મહિલાઓની સંખ્યા સૌથી વધુ ર૬૩ છે. જે કુલ સંખ્યાના લગભગ ૪૦ ટકા છે. જેમાંથી સૌથી વધુ ૯૦ અશ્વેત સાંસદ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh