Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી ચલાવી લેવા પાછળનું કારણ શું ?
ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં પાલિકા તંત્ર દ્વારા પોતાના ૧૬ વાહનો અને ૩૮ નો સ્ટાફ બાજુ પર રાખીને વર્ષે દોઢ-બે કરોડના ખર્ચે ડોર-ટુ-ડોર કચરા કલેકશનનો ખાનગી કોન્ટ્રાકટ શરૂ કર્યો છે પણ આ કોન્ટ્રાકટમાં નિયમિત રીતે દરરોજ કચરો ઉપાડવાના બદલે બે-ત્રણ દિવસે તો સલાયા ગેઈટ ગઢની રાંગ વિસ્તારમાં ૭/૮ દિવસની કચરો ના ઉપાડાતા હાલ વરસાદી વાતાવરણમાં કચરો અને ગંદકીના ઢગલા ઉપર વરસાદ પડતા અને માખી, મચ્છરોના ઉપદ્રવ વચ્ચે ગંભીર રોગચાળો ફેલાય તેવી દહેશત પણ ફેલાઈ છે.
ડોર-ટુ-ડોર કચરા માટે કોન્ટ્રાકટર પાસે માત્ર સાત જ વાહનો, સાત વોર્ડમાં છે જેમાના પાંચ તો કોન્ટ્રાકટરના નથી, પાલિકાના ભાડે છે જે અપૂરતા હોય તથા એકાદુ વાહન બગડતા રોજને બદલે બે-ત્રણ દિવસે અને કયારેક પાંચ-સાત અને આઠ દિવસે કચરો ઉપડે તેવી સ્થિતિ થતાં કોના પ્રીતિપાત્રરૂપ આ કોન્ટ્રાકટરની આવી ગંભીર બેદરકારી ચલાવાઈ રહી છે તે પણ ગંભીર પ્રશ્ન ઉઠ્યો છે.
સ્થાનિક આગેવાનો સલાયા ગેઈટના ઢગલા અંગે પાલિકા સેનેટરી ઈન્સ્પેકટર સંજયભાઈ કરમૂરનું ધ્યાન દોરતા તેમણે કડક સૂચના આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial