Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર કાયદો-વ્યવસ્થા જ નહીં, અન્ય પરિબળો પણ જવાબદાર ગણાયઃ
જામનગર તા. ૧૧: જામનગરમાં કાલાવડનાકા બહાર કોઈ કારણે આત્મહત્યાની ઘટના પછી જામનગરમાં રહેતા એક પરિવારે પોતાના મૂળ વતનના તાલુકા ભાણવડ નજીક જઈને સામૂહિક આત્મહત્યા કરી અને યુવાન પુત્ર-પુત્રી સાથે પ્રૌઢ દંપતીએ ઝેર પીને મોતને વહાલુ કર્યું તે ઘટના પછી અરેરાટી વ્યાપી છે અને તેના સાચા કારણોની તો તપાસ પછી જ ખબર પડે, પરંતુ જામનગર સહિત રાજ્યમાં વધી રહેલા આત્મહત્યા તથા હત્યાના બનાવો પછી આ પ્રકારની ઘટનાઓ પાછળ કેવા કેવા કારણો જવાબદાર હોઈ શકે, તેનું પોસ્ટમોર્ટમ પણ લોકો કરવા લાગ્યા છે.
એક રીતે હત્યા-આત્મહત્યાની વધતી ઘટનાઓને કારણે-વ્યવસ્થા સાથે સાંકળવામાં આવે છે અને વ્યાજખોરો, પ્રેમપ્રકરણો કે અદાવતોના કારણે ઊભી થતી સ્થિતિ લોકો માટે જીવલેણ બનતી હોવાના તારણો પણ નીકળતા હોય છે. ગુનાખોરોમાં કાયદાનો ભય હોય અને વ્યાજખોરો તથા માથાભારે પરિબળો અંકુશમાં રહે, તે માટે તંત્રોની કડક કાર્યવાહી તથા ભૂમિકા ઉપયોગી બની શકે, પરંતુ પારિવારિક તકરારો, પ્રેમપ્રકરણો તથા કેટલીક અંગત હરકતોના કિસ્સાઓમાં ઘણી વખત તંત્રો પ્રિ-પ્લાનીંગ કે અટકાયતી કદમ ઊઠાવી શક્તા હોતા નથી, તેથી આ પ્રકારની ઘટનાઓ વધવા લાગે, ત્યારે સ્થાનિક સામાજિક જાગૃતિ પણ જરૂરી બની જાય છે.
સોશ્યલ મીડિયાના દૂરૂપયોગના કારણે પણ ઘણી કિસ્સાઓમાં બ્લેકમેઈલીંગ, યૌનશોષણ કે દુષ્કર્મ સુધી પહોંચતા ગુનાખોરોની ભૂમિકા પણ કારણભૂત હોય છે, જ્યારે યુવાવર્ગને આ પ્રકારે વ્યસનો, એશ-આરામ તથા શોર્ટકટથી ખોટી રીતે નાણા કમાવાની મનોવૃત્તિ પણ જીવલેણ ગુનાખોરી કે આત્મહત્યાઓ તરફ દોરી જતી હોય છે, જેથી સંબંધિત તંત્રોની સાથે સાથે વાલીઓ, સમાજ તથા જનતાની જાગૃતિ પણ જરૂરી છે, તેમ નાથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial