Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૪ર મોડલ ફાર્મઃ
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૪ર મોડલ ફાર્મ છે. પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ મોડલ ફાર્મ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરણા આપે છે. આ મોડલ ફાર્મમાં પ્રાકૃતિક ખેતીના આદર્શોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા આત્મા પ્રોેજેક્ટ ડાયરેક્ટર બી.એમ. આગઠના જણાવ્યા અનુસાર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની જાણકારી આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને લગતા પ્રશ્નોનું પણ સમાધાન મળી રહે છે.
જે ખેડૂતો ગાય રાખતા હોય અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનો ઉપયોગ કરીને ખેતી કરતા હોય તેમના ફાર્મને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિક્સાવવા માટે ખેડૂતોને રૂ. ૧૩,પ૦૦ ની સહાય પણ આપવામાં આવી રહી છે. આ સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ધન જીવામૃત બનાવવા માટે પાકું સ્ટ્રક્ચર બેરલ ડોલ વગેરેની ખરીદી કરવા માટે આપવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૪ર મોડલ ફાર્મ તૈયાર થઈ ચૂક્યા છે. એટલે ૪ર ખેડૂતોને રૂપિયા પ.૭૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા સતત જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમ બી.એમ. આગઠે જણાવ્યું હતું.
જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મુહિમને આગળ વધારવા માટે આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટર અરવિંદ ચાવડા અને ટીમ આત્મા દ્વારા સતત ખેડૂતો વચ્ચે જઈ જહેમત ઊઠાવવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial