Advertisement
Author: નોબત સમાચાર

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત એક પરિવારને રૂપિયા દસ લાખની સહાય અર્પણ

ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અપનાવાયેલી

જામનગર તા. ૧૧: જામનગરના-૭૮ ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા તેમના ગત્ જન્મદિવસ નિમિત્તે ૬૦૦ થી વધુ લાભાર્થીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનું રક્ષા કવચ પૂરૃં પાડવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર વિધાનસભા વિસ્તારના ર૩૦ જેટલા બુથ પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકીના બુથ નંબર ૧૦૯ ના પ્રમુખ મનસુખભાઈ ચાવડાનું આકસ્મિક નિધન થતાં તેમના પરિવારને રૂપિયા ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ વેળાએ ધારાસભ્ય રિવાબા જાડેજાની સાથે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, શહેર ભાજપના અગ્રણી સામતભાઈ પરમાર, કોર્પોરેટર મુકેશભાઈ માતંગ તથા જશુબા અનિરૂદ્ધસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને દિવંગત બુથ પ્રમુખ મનસુખભાઈ ચાવડાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

જામનગર મહાનગર-પાલિકાના વોર્ડ નં. ૬ મા શ્રદ્ધાંજલિ અને ચેક અર્પણ વિધિ માટે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ કે કેડરબેઝ પાર્ટી છે, અને તેનો બુથ લેવલ સહિતનો પ્રત્યેક કાર્યકર તન-મન અને ધનથી પાર્ટી માટે સેવા કરે છે. વર્ષ ર૦રર ની ધારાસભાની ચૂંટણીમાં હું પ્રથમ વખત જામનગરના શહેરી વિસ્તારમાં ચૂંટણી લડી હતી, જે દરમિયાન ઉત્તર વિધાનસભા વિસ્તારના બુથ લેવલ સુધીના તમામ કાર્યકર બુથ પેઈજ પ્રમુખ વગેરેએ અથાગ મહેનત કરીને પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મદદ કરી છે. મારા જન્મ દિવસે ૬૦૦ થી વધુ લાભાર્થીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનું રક્ષા કવચ પૂરૃં પાડવામાં આવ્યું હતું. જેમાં મનસુખભાઈ ચાવડાનો પણ સમાવેશ થયો હતો, અને તેઓનું આકસ્મિક નિધન થતા તેમના પરિવારને સધિયારો આપવાના ભાગરૂપે આ ચેક અર્પણ કરવામાં આવી રહ્યો છે. જે ચેક અર્પણ કરીને હું મારો ઋણ અદા કરૂ છું, અને તેમનો પરિવાર જ્યારે પણ કહેશે, ત્યારે હર હંમેશાં તેઓની સાથે જ રહીને મદદરૂપ થઈશ તેવી મંચ પરથી સર્વેની ઉપસ્થિતિમાં ખાત્રી આપી હતી. ચેક અર્પણ વિધિના કાર્યક્રમનું સંચાલન વોર્ડ નંબર ૬ ના પ્રમુખ દિપકસિંઘ અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh