Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરાજીમાં ઉપજી રૂપિયા સવા બે લાખની રકમઃ
જામનગર તા. ૧૧: જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા ગુન્હાઓમાં ડીટેઈન કરાયેલા વાહનો અને બિનવારસુ પડેલા વાહનોની હરાજી રાખવામાં આવી હતી. તેમાંથી રૂપિયા સવા બે લાખની રકમ ઉપજી છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે જુદા જુદા ગુન્હાઓમાં તેમજ એમવી એક્ટની કલમ ૨૦૭ હેઠળ અને જીપી એક્ટની કલમ ૮૨ (ર) હેઠળ ૭૦ વાહન કબજે કર્યા હતા. જેમાં એક મોટર, બે રિક્ષા તથા ૬૭ મોટરસાયકલનો સમાવેશ થતો હતો. તે તમામ વાહન સિટી એ ડિવિઝનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા.
આ પડતર વાહનોની હરાજી માટે મંજૂરી મેળવવામાં આવ્યા પછી સરૂ સેક્શન રોડ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી સિટી ડીવાયએસપી જે.એમ. ઝાલા તથા એમટી વિભાગના પીએસઆઈ અને સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તેમજ પંચની હાજરીમાં હરાજી યોજવામાં આવી હતી.
આ હરાજીમાં ૧૧૦ વેપારીએ ભાગ લીધો હતો. તે વાહનોની અપસેટ વેલ્યુ રૂ. ૧,૪૭,૪૫૦ નક્કી કરવામાં આવી હતી. તે પછી શરૂ થયેલી હરાજીમાં આ તમામ ૭૦ વાહનના રૂ. ૨,૨૫,૦૦૦ ઉપજ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial