Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીમ ઈન્ડિયા દુબઈ કે શ્રીલંકામાં પાક. સામે રમી શકે છે
મુંબઈ તા. ૧૧: ટીમ ઈન્ડિયા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાનમાં નહીં જાય, પરંતુ બીસીસીઆઈએ પાક.ની ટીમ સામે શ્રીલંકા કે દુબઈમાં રમવાની તૈયારી બતાવી હોવાનું જાણવા મળે છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપ માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. અહેવાલો અનુસાર બીસીસીઆઈ એ શ્રીલંકા અથવા દુબઈમાં મેચ યોજવાની માગ કરી છે.
નોંધનિય છે કે, ભારતીય સરહદ પર આતંકવાદી ગતિવિધિઓમાં પાકિસ્તાનની સતત સંડોવણીને કારણે પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ બંધ છે. સરહદ પર સમયાંતરે તેના નાપાક ઈરાદાઓ સામે આવે છે, જ્યારે તેના રાજકારણીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરૂદ્ધ આગ ભડકાવવાની હિંમત કરતા રહે છે. ઉલ્લેખનિય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપ નું શેડ્યુલ હજુ જાહેર થયું નથી, પણ એક ટેન્ટેટિવ કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ આઈસીસીને તારીખો અને સ્થળ સાથે પ્રસ્તાવિત ફિક્સચરની યાદી મોકલી છે.
શેડ્યુલ અનુસાર આઠ ટીમોની આ ટુર્નામેન્ટનું આયોજન ત્રણ સ્થળોએ કરવામાં આવશે, જેમાં ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી કરાચી, રાવલપિંડી અને લાહોરમાં મેચો રમાશે. શરૂઆત ૧૯ મી ફેબ્રુઆરીએ થશે, જ્યારે ફાઈનલ ૯ મી માર્ચે યોજાવાની છે. પ૦ ઓવરના ફોર્મેટ સાથેની આઈસીસી આ મોટી ઈવેન્ટ ૮ વર્ષ પછી ફરી યોજાવા જઈ રહી છે. જેમાં ગત્ વર્ષની ઓડીઆઈ વર્લ્ડકપની ટોચની આઠ ટીમોનો સમાવેશ થશે. આઠ ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં જશે. યજમાન પાકિસ્તાન કટ્ટર હરિફ ભારત, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ 'એ'માં છે, જ્યારે ગ્રુપ 'બી'માં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial