Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં મોટરસાયકલની થઈ ઉઠાંતરી

રૂ. રપ હજારનું બાઈક ચોરાયું:

જામનગર તા. ૧૧: જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં એક આસામીએ સોમવારની સાંજે રાખેલુ રૂ. રપ હજારનું બાઈક કોઈ શખ્સ હંકારી ગયું છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર ગોરધનપરના પાટિયા નજીક માધવ વિલા-૩માં રહેતા નારણભાઈ વેલાભાઈ કછટીયા નામના આસામીએ સોમવારે સાંજે સાડા પાંચેક વાગ્યે જીજી હોસ્પિટલના પાર્કિંગમાં પોતાનું જીજે-૧૦-બીસી ૯૯૪૪ નંબરનું બાઈક મૂક્યું હતું.

તેઓ જ્યારે રાત્રે સવા નવ વાગ્યે હોસ્પિટલમાંથી બહાર આવ્યા ત્યારે તેઓએ પોતાનું વાહન ત્યાં ન જોઈ રૂ. રપ હજારનું બાઈક કોઈ શખ્સ હંકારી ગયો હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહનચોર સામે બીએનએસની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh