Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન
જામનગર તા. ૧૧: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત ઉષ્માસભર આવકાર અપાયો હતો અને તે પછી સીએમીની બેઠક યોજાઈ હતી.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન ખંભાળિયાની દેરામોરા પ્રા.શાળામાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગરના નાયબ નિયામક આર.આર. પટેલની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કુમ કુમ તિલક કરી બાળકોને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો જેમાં બાલવાટીકામાં બાવીસ કલાકો અને ધો.૧૦માં પાંચ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી નાયબ નિયામકે પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે આર.આર. પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ એ શાળામાં નવા પ્રવેશ પામેલા બાળકોના નવા અસ્તિત્વ, વ્યક્તિત્વ અને ઉમળકાનું પ્રતીક છે. બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે અને આ ગુણવત્તાસભર શિક્ષણ આપવું એ સૌની જવાબદારી છે.
વધુમાં કહ્યું કે, વાલીઓએ પણ બાળકોની કેળવણી માટે સત જાગૃત રહેવું જોઈએ. બાળકને સારા જીવન ચરિત્ર વંચાવવા જોઈએ. વધુમાં તેમણે છાત્રોને નિયમિતતા કેળવવા અને શાળામાં કરાવવામાં આવેલા અભ્યાસનું દૈનિક વાંચન કરવા જણાવ્યું હતું. અંતમાં બાળકો શિક્ષણથી સજ્જ થઈ ખુશહાલ જીવન પસાર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી કૃષ્ણા સોલંકીએ જણાવ્યું કે, આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા શિક્ષક દ્વારા અનેક નવતર પ્રયોગો કરવામાં આવતા હોય છે. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો ખૂબ આગળ વધે અને તેમના સ્વપ્ન સાકાર કરે તે અંગેની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે તાલુકા પ્રા. શિક્ષણાધિકારી નંદાણીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. તેમજ શાળાના શિક્ષિકા જલ્પાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી શાળા પરિસરની મુલાકાત કરાઈ હતી. એસએમસીના સભ્યો સાથે બેઠક કરાઈ હતી.
શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા કરાયંુ હતું. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય જીતેન્દ્રભાઈ કઝારીયા, સરપંચ સંજનાબેન તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial