Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલમાં સારવાર પછી
જામનગર તા. ૧૧: જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રહેતી એક યુવતીને કોલેરા થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે, તેણીની તબીયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે.
જામનગરમાં છેલ્લા એક માસમાં કોલેરાનો કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરમ્યાન જામનગરમાં દરેડ વિસ્તારમાં રહેતી એક યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેના જરૂરી રિપોર્ટ કરાવવામાં આવતા તેને કોલેરા લાગુ પડ્યો હોવાનું જણાતા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.
જો કે ચાર દિવસથી ચાલતી સારવારમાં હાલ તેણીની તબીયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે. સંભવતઃ આજે અથવા આવતીકાલે તેણીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર છે. છેલ્લા એક માસમાં જામનગરના આઠ લોકોને કોલેરા લાગુ પડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial