Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રના એફિડેવિટ અને સીબીઆઈના બંધ કવરમાં રિપોર્ટ રજૂ કરાયા પછી સુનાવણી ટળીઃ
નવી દિલ્હી તા. ૧૧: સુપ્રિમ કોર્ટમાં 'નીટ'ના મુદ્દે સુનાવણી હવે ૧૮ મી જુલાઈના થશે, તેવા અહેવાલો આવ્યા છે. તે પહેલા સીબીઆઈએ બંધ કવરમાં રિપોર્ટ રજૂ કરાયો અને કેન્દ્ર સરકારે પણ એફિડેવિટ રજૂ કર્યું હતું.
સુપ્રિમ કોર્ટમાં આજે નીટના મુદ્દે થનારી સુનાવણી ટળી ગઈ છે અને હવે આ સુનાવણી ૧૮ મી જુલાઈના થશે. સીબીઆઈની સ્ટેટસ રિપોર્ટ તથા નીટ દ્વારા પેપરલીકના વીડિયો બનાવટી હોવાનો દાવો, કેન્દ્રના એફિડેવિટ વગેરેને લક્ષ્યમાં લઈને મુદ્ત પડી હોવાનું કહેવાય છે.
કેન્દ્રની મોદી સરકારે નીટ પેપર લીક કેસમાં સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં સરકારે આઈઆઈટી મદ્રાસના ડેટાને ટાંકીને કહ્યું છે કે, તેને પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિના પુરાવા મળ્યા નથી અને તે ફરીથી પરીક્ષાના સમર્થનમાં નથી.
કેન્દ્રએ કહ્યું કે, તે દેશભરમાં નીટ પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે બંધાયેલો છે. જુલાઈના ત્રીજા સપ્તાહમાં કાઉન્સેલિંગ શરૂ થશે.
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે, તે પુનઃ પરીક્ષાના સમર્થનમાં નથી અને તે સુનિશ્ચિત કરી રહી છે કે આ મામલે દોષિત કોઈપણ ઉમેદવારને કોઈ લાભ ન મળે. સરકારે કહ્યું કે નીટ-યુજી ર૦ર૪ પરીક્ષા સંબંધિત ડેટા પર વિગતવાર મૂલ્યાંકન આઈઆઈટી મદ્રાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને વિશ્લેણ દર્શાવે છે કે તેમાં કોઈ મોટા પાયે હેરાફેરી થઈ નથી. ડેટા વિશ્લેષણ એ પણ દર્શાવે છે કે, કોઈ કોચિંગ સેન્ટર અથવા વિદ્યાર્થીઓના કોઈપણ સ્થાનિક જુથને લાભ મળ્યો નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે તેણે પરીક્ષાઓને પારદર્શક રીતે આયોજિત કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છ ે. આ કેસમાં જુદા જુદા રાજ્યોમાં કેટલીક ધરપકડો પણ થઈ હતી, પરંતુ દેશવ્યાપી પેપરલીક નહીં થયું હોવાનું તારણ નીકળ્યું છે.
આ પહેલા સોમવારે સુપ્રિમ કોર્ટે નીટ-યુજી પરીક્ષા દરમિયાન કથિત અનિયમિતતાઓ પર કહ્યું હતું કે, તે એક 'સ્વીકૃત હકીકત' છે કે નીટ-યુજી ર૦ર૪ ની પવિત્રતા સાથે ચેડાં કરવામાં આવ્યો છે. આ મુદ્દાને 'પરીક્ષાની પવિત્રતા સાથે સમાધાન' તરીકે ધ્યાનમાં લેતા, બેન્ચે કહ્યું કે તેની સામાન્યતા (પ્રશ્નપત્ર સાર્વજનિક કરવામાં આવી રહ્યું છે) નક્કી કર્યા પછી તે નક્કી કરી શકાય છે કે સંબંધિત પરીક્ષા ફરીથી યોજવાની જરૂર છે કે નહીં.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે સંબંધિત પક્ષકારોની દલીલો વિગતવાર સાંભળ્યા પછી કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે આ પરીક્ષાની પવિત્રતા સાથે ચેડાં કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે દરેક પાસાઓ પર ચર્ચા કર્યા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial